1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (15:32 IST)

Valinath Mahadev- વાળીનાથ ધામ મહાદેવ મંદિરની વિશેષતા

valinath temple
social media
Tarabh Valinath Mahadev - વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી. વાળીનાથ ધામ ગુજરાતનું બીજા ક્રમનું સૌથી મોટું શિવધામ છે.
 
મહેસાણાના વિસનગરમાં આવેલા તરભમાં શ્રી વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઈતિહાસ 900 વર્ષ જૂનો છે. પ્રથમ ગુરુગાદી તરીકે પૂ. વિમરગીરી બાપુ દ્વારા મંદિરના નિર્માણ છી શ્રી વાળીનાથજીની જગ્યામા મહંત-આચાર્યની પરંપરા શરૂ થઈ. અત્યાર સુધીમાં 14 મહંતો વાળીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી ચૂક્યા છે. હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાળીનાથ મંદિરની સેવા પૂજા કરે છે અને ગાદીપતિ તરીકે બિરાજમાન છે. 

 
શું છે વાળીનાથ મહાદેવ મંદિરની વિશેષતા?
વાળીનાથ ધામના મંદિરની વાત કરીએ તો આ 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં નિર્માણ કરાયું છે. મંદિરમાં બંસીપહાડપુરના પથ્થરો વડે નાગરશૈલીમાં નિર્માણ કરાયું છે. મહાદેવનું આ મંદિર ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય  મદિર બની ગયુ  છે. આ મંદિરનું નિર્માણ 10 વર્ષથી ચાલી રહ્યું હતું અને આજે 22 ફેબ્રુઆરીએ ગુરુપુષ્ય યોગમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.