શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જૂન 2019 (17:22 IST)

વાયુ' વાવાઝોડુ:૨૦૧૯ : બપોરે ૪ વાગ્યા સુધી કુલ ૧,૬૪,૦૯૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યાનુસાર આજે તા.૧૨/૦૬/૨૦૧૯ના રોજ બપોરે ૪.૦૦ કલાકની સ્થિતિએ 'વાયુ' વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં ૧,૬૪,૦૯૦ નાગરિકોનું સલામત સ્થળે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રાજ્યના સંભવિત અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં થયેલ સ્થળાંતરની વિગતો જોઈએ તો મોરબી જિલ્લામાં ૪,૩૮૭, ભાવનગર જિલ્લામાં ૨૩,૨૬૭, જુનાગઢ જિલ્લામાં ૧૬,૦૧૩, ગીર સોમનાથ જિલ્લામાં ૧૮,૦૫૮, જામનગર જિલ્લામાં ૧૧,૬૫૩, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૮,૪૯૦, કચ્છ જિલ્લામાં ૧૭,૯૮૨, પોરબંદર જિલ્લામાં ૧૯,૯૯૮, રાજકોટ જિલ્લામાં ૩,૪૩૬ અને અમરેલી જિલ્લામાં ૨૦,૮૦૬ મળીને કુલ ૧૦ સંભવીત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧,૬૪,૦૯૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની રહેવા-જમવા અને પીવાના પાણીની પુરતી વ્યવસ્થા સ્થાનિક વહિવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરી દેવામાં આવી છે.