શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (11:27 IST)

ગુજરાતના દિગ્ગજ MLAનો ભીષણ અકસ્માત

MLA of Gujarat's terrible accident
- ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયા અને ભાજપ મંત્રી રવિભાઈ માકડીયાનો અકસ્માત 
-  લીંબડી પાસે ભેંસ સાથે કાર અથડાઇ
- આ અકસ્માતમાં ગાડીનો ભુક્કો બોલી ગયો
MLA of Gujarat's terrible accident
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ભાજપના ધારાસભ્યની ગાડીના અકસ્માતની ઘટના સામે આવી છે. ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડીયા મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કારમાં જઇ રહ્યા હતા ત્યારે લીંબડી પાસે ભેંસ સાથે કાર અથડાઇ હતી. જેમાં ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને લીમડી હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે આગળ ખસેડ્યા હતા.

આ અકસ્માતમાં ગાડીનો ભુક્કો બોલી ગયો છે.ડો. મહેન્દ્ર પાડલિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ ગ્રેડ અપાવ્યો છે. ડો.મહેન્દ્ર પાડલિયા, જેમણે બી.એસ.સી., એલએલ એમ., પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. જેઓ 1997થી 2000 રાજકોટ મહાનગરના ઉપપ્રમુખ, 2000થી 2005 રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ, 2005થી 2010 જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, 2009થી 2011 માનવઅધિકાર સેલના પ્રદેશ કન્વીનર તરીકે તેમજ પોરબંદર જિલ્લાના પ્રભારી, 1981થી 2011 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા વિદ્યાશાખાના અધ્યાપક, 2011થી 2014 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, 2016થી 2019 ગોવિંદગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ તરીકેની સફળ કામગીરી કરી હતી.