સુરતમાં મોદીની સેલ્ફિ તો રાજકોટમાં વિરાટ કોહલી સાથે, આરસીબીની ટીમ રાજકોટ પહોંચી

મંગળવાર, 18 એપ્રિલ 2017 (12:38 IST)

Widgets Magazine

virat kohli

રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ ગઈકાલ મોડી રાત્રે રાજકોટ આવી પહોંચી હતી.  ટીમની ફલાઈટ અઢી કલાક મોડી આવી હતી આમ છતાં પણ કોહલી બિગ્રેડની ઝલક જોવા રાજકોટના નાગરીકો એરપોર્ટ પર ઊમટી પડ્યા હતા.  બિન્દાસ્ત ગેલે ચાહકોને ખુશ કર્યા હતા. આઇપીએલ સિઝન 10ની રાજકોટમાં મંગળવારે રમાનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા યજમાન ગુજરાત લાયન્સની મેચ હાઇવોલ્ટેજ બની રહેશે. બન્ને ટીમ હાલ કાગળ પર ભારે મજબૂત હોવા છતાં પોઇન્ટ ટેબલમાં સાવ તળિયે છે. આરસીબી 5માંથી ફકત 1 અને ગુજરાત લાયન્સ પણ 4 મેચમાંથી ફક્ત 1 મેચ જીત્યું છે.
virat kohli

જેથી આવતીકાલની મેચમાં બન્ને વચ્ચે જોરદાર જંગ જામશે જે નિશ્ચિત છે. મેચ માટે ક્રિકેટ રસિકોમાં જોરદાર ઉત્તેજના જોવા મળી રહી છે. પોઇન્ટ ટેબલની દૃષ્ટિએ બન્ને ટીમોને ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાં સ્થાન માટે કપરા સંઘર્ષની નોબત આવી છે. આરસીબી માટે હવે બાકીની 9 મેચમાંથી 7મેચ જીતવા જરૂરી છે, જ્યારે ગુજરાત લાયન્સની દશા પણ આરસીબી સામેની મેચ નહીં જીતે તો આવી થવાની સંભાવના છે. અગાઉ સેમ્યુલ બદરીની હેટ્રિકને પગલે 143ના લક્ષ્યાંકનો પીછો કરી રહેલું મુંબઇ ઇન્ડિયન્સ એક તબક્કે ફકત 7 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી છતાં મેચ જીતી ગયું અને રવિવારે પણ ધીમી પીચ પર આરસીબીની બેટિંગની પોલ ખૂલી જવા પામી હતી.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોદીની સેલ્ફિ સુરત રાજકોટ વિરાટ કોહલી આરસીબીની ટીમ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોટો ખુલાસો મહિલા વધુ જુએ છે પોર્ન, વય વધવાની સાથે વધે છે ચસ્કો

સામાન્ય રીતે માનવામાં આવી રહ્યો છે કે અશ્લીલ વીડિયો જોવામાં પુરૂષોનો એકાધિકાર છે, પણ ...

news

મોદીનુ મિશન ગુજરાત : 20 ટકા પટેલ-પાટીદારને મનાવવા એ BJPની મજબૂરી કેમ છે ?

ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે થનારી ગુજરાત ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ...

news

10 રાજ્યોના માલધારી દેશભરમાં ગૌચર બચાવવા આંદોલન કરશે

દેશભરમાં માલધારીઓની સંખ્યા 10 ટકાથી વધુ છે. છતાં તેની સતત અવગણના થઇ રહી છે. જેની સામે ...

news

અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટને હટાવવા સ્થાનિક લોકોનો વિરોધ

અમદાવાદ શહેરમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઈડનો પ્રશ્ન દીવસને દીવસે વધતો જઈ રહ્યો છે. આસપાસના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine