ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (15:45 IST)

રાજકોટમાં ‘ક્રાઇમ પેટ્રોલ’ જોઈ નાનો ભાઈ હત્યા કરવાનું શીખ્યો,

ફરી એક વખત ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલમાંથી હત્યા કરવાનું શીખી ગુનો કર્યાની ઘટના રાજકોટમાં સામે આવી છે.  
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં નાના ભાઇએ જ મોટા ભાઈની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે હત્યારા નાના ભાઇને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  રાજકોટના કુવાવડા રોડ પર આવેલ એક પરિવારમાં લગ્નની ખાર રાખીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા (murder) કરતા ચકચાર મચી ગઈ છે. 
 
રાજકોટના કુચીયાદળ વિસ્તારમાં મૂળ આગ્રાનો પરિવાર રહે છે. આ પરિવારના બે દીકરાઓ છે. જેમાં 22 વર્ષીય પવનકુમાર શ્રીનિવાસની ગઈકાલે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામા આવી હતી. આ અંગે રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, 22 વર્ષીય યુવકે તેના જ સગા નાનાભાઈએ માથામાં બેટ અને ઈંટ ફટકારીને માર્યો હતો. જેના બાદ તેની હત્યા થઈ હતી. બંને ભાઈઓ સાથે રહેતા હતા . 
 
હત્યારા સાવનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, રાત્રે માતાનો ફોન આવ્યો હતો. પવન પણ વાત કરવા માગતો હતો. આથી સાવન તેને ફોન આપવાની ના પાડતો હતો. બાદમાં સાવન ઉશ્કેરાય ગયો હતો. તેમજ લગ્ન પણ થતા ન હોય માતા સાથે વાત કરવાની ના પાડતો હતો. બાદમાં સાવને પવનને બેટના ફટકા અને ઈંટ ફટકારી હતી. ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.