સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (11:44 IST)

Weather news- હવામાન વિભાગની આગાહી, હીટવેવની આગાહી

ત્રણ દિવસની ગરમીમાંથી રાહત મળ્યા બાદ હવે ફરી ગરમીના પ્રકોપનો સામનો કરવા તૈયાર થઇ જાઓ. હવામાન વિભાગના જણાવ્યા  અનુસાર આગામી સપ્તાહના હવામાન માટે નવું અપડેટ જારી કર્યું છે. લોકોને હવામાનનો મિજાજ જોઈને જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.  નાગરિકોએ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે. હીટવેવની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 
 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં 7-8 મેના રોજ હીટવેવ આવી શકે છે. તે જ સમયે, રાજસ્થાનમાં 7 થી 9 મે દરમિયાન જોરદાર ગરમી થવાની છે