શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 19 નવેમ્બર 2019 (15:56 IST)

ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવનો ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો, ઠંડી જલ્દી શરુ થશે

રાજ્યમાં ઉતરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે રાતે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થય રહ્યો છે. જોકે, ધીમે ધીમે તાપમાન ઘટી રહ્યુ છે, અને આગામી દિવસમાં ઠંડીનુ પ્રમાણ વધશે. જોકે, ઉતરપૂર્વના પવનની સાથે લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, અને હજી પણ આગામી દિવસમાં ઉતર તરફના પવન ફકાતાની સાથે ઠંડીનું પ્રમાણ વધશે. જોકે, ગુજરાતમાં શિયાળાની ઠંડીનો અહેસાસ ડિસેમ્બર મહિનામાં થતો હોય છે. પવનની દિશા બદલાતાની સાથે એક સપ્તાહમાં રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો 5 ડિગ્રી ગગડ્યો છે. પરંતુ ઉતરપૂર્વ તરફના મીશ્ર પવનને કારણે રાતે ઠંડીનો અહેસાસ થાય છે અને દિવસે ગરમી લાગે છે પરંતુ જેમ જેમ પવન ઉતર તરફના ઠંડા અને સુકા પવન ફુંકાતાની સાથે ઠંડીના પ્રમાણમાં વધારો થશે. આ મામલે હવામાન વિભાગના ડાયરેકટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું હતું કે “શિયાળાની ઠંડીનો અહેસાસ ધીમે ધીમે થવા લાગશે અને જેમ જેમ ડિસેમ્બર નજીક આવશે તેમ તેમ ઠંડીનુ પ્રમાણ વધશે અને ઉતર ગુજરાત અને મધ્યમ ગુજરાતનુ તાપમાન નીંચું રહેશે”મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં તાપમાન ઘટી રહ્યુ છે એક સપ્તાહમાં 5 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટયુ છે.ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર નગર નોંધાયુ હતુ અને ગાંધીનગરનુ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયુ છે. તો અમદાવાદ શહેરનુ લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી રહ્યુ છે.,ડીસા અને વડોદરાનુ લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી,સુરતનું લઘુતમ તાપમાન 20.4 ડિગ્રી,રાજક્ટોનુ લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી,નલિયાનુ લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયુ છે.અને મોટા ભાગના શહેરનુ લઘુતમ તાપમાન 19 ડિગ્રી નીચે નોંધાયુ છે.એટલે કે શિયાળાના ઠંડા પવનની અસર તાપમાન પર જોવા મળી રહી છે.