બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 મે 2019 (12:15 IST)

Weather Update- ગરમીને લઈને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, તાપમાન 43 ડીગ્રી સુધી પહોંચે તેવી શકયતાઓ

અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આ‌વી છે. મ્યુનિ. કોર્પોરેશને શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અમદાવાદ સહિત રાજ્યના 7 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે. અમદાવાદમાં 43થી 45 ડિગ્રી ગરમી રહેશે. સાંજે પણ કામ વગર ઘરથી બહાર નીકળવા માટે કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન હીટવેવની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને વલસાડ જિલ્લાઓમાં વધુ જોવા મળશે. જેના પગલે સરકાર દ્વારા કામ વગર લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને તેની આસપાસના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાને પગલે શહેરમાં અનેક સ્થળે ઓઆરએસના વિતરણની સાથે તમામ હોસ્પિટલોમાં પણ આઈસપેકની સાથે હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. લોકોને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની અને તડકામાં ન ફરવાની સલાહ છે.