મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (10:37 IST)

Happy New Year - 2020માં તમારી નજર દુનિયાની આ ઘટનાઓ પર રહેશે

નવું વર્ષ અને નવો દાયકો પહેલી જાન્યુઆરી 2020થી શરૂ થઈ રહ્યો છે. એ સંબંધે અલગ-અલગ ભવિષ્યવાણી પણ થઈ રહી છે, પરંતુ ભવિષ્યમાં કઈ બાબતો સમાચારોમાં મોખરે ચમકતી રહેશે?
 
આગામી વર્ષમાં જે લોકો અને કાર્યક્રમો ચર્ચાના કેન્દ્રમાં રહેશે તેની યાદી અમે અહીં બનાવી છે.
 
અમેરિકામાં વધુ એક ચૂંટણી
 
અમેરિકાના પ્રમુખપદ બાબતે અત્યારથી અનુમાન કરવાનું બહુ વહેલું ગણાશે. વાઈટ હાઉસમાં હાલ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર છે. તેમની સામે અત્યારે મહાઅભિયોગની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ ડેમૉક્રેટિક પાર્ટીએ અમેરિકાના પ્રમુખપદ માટેના તેના ઉમેદવારની પસંદગી કરી નથી. એક વાત નક્કી છે કે સેનેટની રેસ મહત્ત્વપૂર્ણ હશે, કારણ કે અમેરિકામાં ત્રીજી નવેમ્બરે તેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.
 
ઉપલા ગૃહમાં બહુમતી હોય તો પ્રમુખ માટે ઘણી આસાન કે મુશ્કેલ બની જતી હોય છે. કાયદાકીય ઍજન્ડા, બજેટ અને કાનૂની નિર્ણયો પર સેનેટ જ અંતિમ મહોર મારતી હોય છે. હાલ રિપબ્લિકન્સનો 100માંથી 53 બેઠકો પર કબજો છે. ટ્રમ્પનો પક્ષ 23 બેઠકો ચૂંટણીમાં કબજે કરી ચૂક્યો છે, જ્યારે ડેમૉક્રેટ્સ પાસે 12 બેઠકો છે.
 
નીચલા ગૃહ એટલે કે પ્રતિનિધિ સભામાં હાલ ડેમૉક્રેટ્સ બહુમતીમાં છે.
 
ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણી જીતી શકે છે, પરંતુ સેનેટમાં પાસું પલટાશે તો એમના માટે મુશ્કેલી સર્જાશે. 'આગામી સમયમાં અનેક કારણસર ફુગાવો વધવાનાં પૂરાં એંધાણ છે'
 
2020માં આરબ જગત ફરીવાર હેડલાઈન્સમાં ચમકશે?
 
2019ના પાછલા હિસ્સામાં ઈરાક, ઈજીપ્ત અને લેબનોનમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં, જ્યારે વર્ષના પહેલા હિસ્સામાં અલ્જિરિયા તથા સુદાનમાં વિરોધ પ્રદર્શન થયાં હતાં. એ પછી વિશ્લેષણકર્તાઓએ તેને નવી 'આરબ ક્રાંતિ' ગણાવ્યાં હતાં. આ વિરોધ પ્રદર્શનને 2011માં આરબ દેશોમાં થયેલાં વિરોધ પ્રદર્શન જેવાં ગણવામાં આવ્યાં હતાં.
 
કાર્નેજ મધ્ય-પૂર્વ કેન્દ્રમાં રિસર્ચર દાલિયા ગાનમ કહે છે, "2019માં અલ્જિરિયા, સુદાન, ઈરાક અને લેબનોન જેવા ચાર દેશમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યાં હતાં.""2011ની 'આરબ ક્રાંતિ'થી આ દેશો અલગ રહ્યા હતા."
 
'અસહમતીની આ નવી સિઝન'
 
સવાલ એ છે કે આ વિરોધ પ્રદર્શન 2020માં વેગ પકડશે? આ સવાલના જવાબમાં પેરિસની પીએસએલ યુનિવર્સિટીના પ્રોફેસર તથા આરબ બાબતોના જાણકાર ઈશાક દીવાન કહે છે: "લોકોની અસમહતીની આ લહેર બીજા દેશો સુધી પણ ફેલાઈ શકે છે."
 
ઈશાક ઉમેરે છે, "2011માં વિરોધ પ્રદર્શનની લહેર આર્થિક કારણોસર શરૂ થઈ હતી. એ સમયે આર્થિક ગતિ ધીમી હતી." "લોકો પર કરજ વધી ગયું હતું અને બેરોજગારીનો દર ઘણો ઊંચો હતો."
 
"2011નાં વિરોધ પ્રદર્શન વખતે લોકોમાં એક પ્રકારની તલપ હતી અને આજે થઈ રહેલાં વિરોધ પ્રદર્શનનાં એક ભૂખ છે."
 
6000 વર્ષ પહેલાંની મહિલા 'લોલા' કોણ હતી? કેવી હતી?
હેલ્લો, ત્યાં બીજું પણ કોઈ છે?
 
કીઓપ્સ સ્પેસ ટેલિસ્કોપ આગામી ત્રણ વર્ષમાં નવા 400થી 500 ગ્રહોની શોધ કરશે.
આપણા સૂર્યમંડળની બહાર બીજા કોઈ ગ્રહના અસ્તિત્વની વાત હવે નવી નથી. 1990થી અત્યાર સુધીમાં 4,000 ગ્રહોની શોધ થઈ ચૂકી છે.
 
18 ડિસેમ્બરે અવકાશમાં મોકલવામાં આવેલા નવા કીઓપ્સ સ્પેસ ટેલિસ્કોપ મારફત આ દિશામાં નવા દ્વાર ખુલવાનાં છે. યુરોપિયન સ્પેસ એજન્સીનું આ અંતરિક્ષ યાન આગામી ત્રણ વર્ષમાં નવા જટિલ ગ્રહોની શોધ કરશે.
 
આ અંતરિક્ષ યાન આગામી પેઢીના શોધકર્તાઓ માટે અન્ય ગ્રહો સંબંધી વધુ માહિતી મેળવી આપશે. 2021માં નાસાનું જેમ્સ વેબ ટેલિસ્કોપ અવકાશમાં રવાના કરવાનું છે. એ સંબંધી માહિતી પણ કીઓપ્સ સ્પેસ ટેલિસ્કોપ આપશે.
 
આ ચૂંટણી પર રહેશે ચીનની નજર
 
તાઈવાનના ડેમૉક્રિટક પ્રૉગ્રેસિવ પાર્ટીનાં સાઈ ઈંગ-વેનની જીતશે એ ચીનને નહીં ગમે. 
હોંગકોંગમાં અનેક મહિનાથી ચાલતા વિરોધ પ્રદર્શન પછી તેના નેતાએ આગામી વર્ષમાં એક ઉભરતો પડકાર નિહાળવો પડે એ શક્ય છે.
 
પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના એટલે કે ચીન તથા રિપબ્લિક ઓફ ચાઈના એટલે તાઈવાને એકબીજાની સ્વાયતતાને પ્રમાણિત કરી નથી. બન્ને ખુદને સત્તાવાર ચીન માનીને મેઈનલેન્ડ ચાઈના તથા તાઈવાન દ્વીપના સત્તાવાર પ્રતિનિધિ હોવાનો દાવો કરતા રહ્યા છે.
 
તાઈવાનમાં 11 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે.
 
બીજિંગ માટે આ ખરાબ સમાચાર હોઈ શકે છે, કારણ કે સાઈ ઈંગ-વેન બીજીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે તેવી શક્યતા હોવાનું ચૂંટણી સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે.
 
સાઈની ડેમોક્રિટક પ્રોગ્રેસિવ પાર્ટી એક મજબૂત રાષ્ટ્રવાદી પક્ષ છે અને પોતે સ્વતંત્રતાનો સમર્થક હોવાના તેના વલણને કારણે હોંગકોંગમાં લોકશાહી સમર્થક પ્રદર્શનોને તેણે બળવતર બનાવ્યાં છે.
 
17 ડિસેમ્બરે જાહેર થયેલા સર્વેના તારણ અનુસાર, સાઈ તેમનાં મુખ્ય પ્રતિસ્પર્ધી અને ચીન સમર્થિત ઉમેદવાર હાન કુઓ-યૂ કરતાં 38 પોઈન્ટ્સ આગળ છે.
 
2019ની 30 મેથી આફ્રિકન કૉન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એરિયા (એએફસીએફટીએ) અસ્તિત્વમાં આવી ગયું છે. તેના સભ્ય 54 દેશોની સંખ્યાના આધારે તે વિશ્વનું સૌથી મોટું મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે.
 
આ સંગઠનને 'રાજકીય, આર્થિક અને રાજનૈતિક સીમાચિહ્ન'ના સ્વરૂપમાં પરિભાષિત કરવામાં આવ્યું છે. તે આ દ્વીપકલ્પની વૃદ્ધિમાં સહાયક બનશે.
 
મુક્ત વ્યાપાર જુલાઈથી શરૂ થઈ રહ્યો છે અને આશા છે કે તેનાથી આફ્રિકન દેશોમાં વ્યાપારને પ્રોત્સાહન મળશે. 2018માં આફ્રિકન દેશો વચ્ચે 20 ટકાથી ઓછો વ્યાપાર થઈ રહ્યો હતો.
 
 
સ્કેટબોર્ડર સ્કાઈ બ્રાઉન બ્રિટનની સૌથી યુવા ઓલિમ્પિક્સ ખેલાડી બની શકે છે.
 
ઑલિમ્પિક્સમાં યુવા ખેલાડીઓનો પ્રભાવ હંમેશા રહ્યો છે.
 
અમેરિકન સ્વીમર માર્જોરી ગેસ્ટ્રિંગે 1936માં બર્લિન ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો ત્યારે તે 13 જ વર્ષની હતી અને સૌથી નાની વયની ઓલિમ્પિક્સ ચેમ્પિયન બની હતી.
 
અલબત, 7થી 10 વર્ષની વયના એક ફ્રેંચ છોકરાએ ડચ સેઈલિંગ ટીમને વર્ષ 1900ની પેરિસ ઓલિમ્પિક્સમાં ટોચનો પુરસ્કાર અપાવ્યો હોવાનું માનવામાં આવે છે.
 
સ્કાઈ બ્રાઉન તો તેનાથી પણ આગળ જઈ રહી છે. 11 વર્ષની આ બ્રિટિશ સ્કેટબોર્ડરે સપ્ટેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કાંસ્યચંદ્રક જીત્યો હતો. એ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ કરશે તો બ્રિટનની સૌથી યુવા ઓલિમ્પિક્સ ખેલાડી બનશે.
 
આ વખતે 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ટોક્યોમાં ઓલિમ્પિક્સ યોજાવાની છે. ઓલિમ્પિક્સમાં સ્કેટબોર્ડિંગ ઉપરાંત વોલ-ક્લાઈમ્બિંગ, સર્ફિંગ, કરાટે અને સોફ્ટબોલને પહેલીવાર સામેલ કરવામાં આવશે.
 
અનેક દેશોમાંથી મલેરિયા ખતમ થશે?
 
2020માં નવ દેશો તેમને ત્યાં મલેરિયાનો ખાતમો કરી નાખશે.
મચ્છર કરવાને કારણે તથી મલેરિયાની બીમારીને કારણે 2018માં 4 લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં. લોકોના મોતનો આ એ આંકડો છે જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જણાવવામાં આવ્યો હતો. તેને મલેરિયાના 22.8 કરોડ કેસની ખબર પડી હતી.
 
સારા સમાચાર એ છે કે મલેરિયાના કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને 9 દેશો 2020 સુધીમાં આ બીમારીનો પોતાને ત્યાં ખાતમો કરી નાખશે.
 
તેમાં એક દેશ ચીન છે. વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા આ દેશમાં એક સમયે મલેરિયાના ત્રણ કરોડ કેસ નોંધાયા હતા. તેમાં ત્રણ લાખ લોકોનાં મોત થયાં હતાં.
 
બાકીના દેશોમાં ઈરાન, બેલીઝ, અલ સાલ્વાડોર, સૂરીનામ, કાબો વર્ડે, ભૂતાન, ઈસ્ટ તિમોર અને મલેશિયાનો સમાવેશ થાય છે.
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ રોગ સંબંધે જોખમી ગણાતા 91 દેશો પૈકીના 38 દેશ તેમને ત્યાં આ બીમારીનો ખાતમો કરી ચૂક્યા છે.