રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 ઑક્ટોબર 2023 (09:44 IST)

10 દિવસમાં ગરબા રમતાં 3 યુવાનોના મોત કેમ થયાં

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 3 યુવાનનાં મૃત્યુ થયાં છે. આ યુવાનો સુરત, જામનગર અને જૂનાગઢ એમ 3 અલગ-અલગ જિલ્લાઓમાં રહેતા હતા.

એકની ઉંમર 19 વર્ષ, બીજાની 21 વર્ષ, જ્યારે ત્રીજાની ઉંમર માંડ 24 વર્ષની હતી. આ ત્રણેય યુવાનનાં મૃત્યુમાં એક સરખો ઘટનાક્રમ એ જોવા મળ્યો કે તેઓ ગરબા રમી રહ્યા હતા. અચાનક ઢળી પડ્યા. આસપાસના લોકો તેમને હોસ્પિટલે પહોંચાડે, સારવાર શરૂ થાય એ પહેલાં તો શરીરમાંથી જીવ જતો રહ્યો હતો.