શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 માર્ચ 2024 (15:13 IST)

વડોદરામાં સસરાએ સંબંધો લજવ્યા, વિધવા પુત્રવધૂનો હાથ પકડીને કહ્યું આપણે એકબીજાને સહયોગ આપીશું

rape
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાંથી એક વિધવા મહિલાનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો હતો કે, મારા સસરા અવારનવાર જાતીય સતામણી કરે છે. ગઇકાલે મારા દીકરાની સારવાર માટે મેં મારા સસરા પાસે રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે તેઓએ અચાનક જ મને પકડી લીધી હતી અને મને કહ્યું હતું કે, આપણે એકબીજાને સહયોગ આપીશું. અવારનવારની સસરાની હરકતથી તંગ આવીને મેં તમને કોલ કર્યો છે.

વડોદરા શહેરમાં રહેતી મહિલાના પતિના અવસાન બાદ પત્ની એકલા પડી ગયા હતા અને તેમના બાળક સાથે સાસુ-સસરા સાથે રહેતા હતા. મહિલાના કહેવા પ્રમાણે, તેમના સસરાની શરૂઆતથી જ દાનત સારી નહોતી. જો કે, તેમના ઘરે રહેવાની તેઓની મજબૂરી હતી. જેથી તેમની મજબૂરીનો તેમના સસરા લાભ લેવા માંગતા હતા. આ બાબતે તેઓએ સાસુને જણાવ્યું હતું, પરંતુ તેમના સાસુ પુત્રવધુની જ ભૂલ કાઢતા હતાં.​​​​​​​આમ સસરાની હરકતથી ત્રાસી ગયેલી મહિલા તેમાંથી છુટકારો મેળવવા માંગતા હતા. જેથી તેઓએ અભયમ અને પોલીસ મદદની જરૂરી હતી. અભયમ દ્વારા સસરાને સમજાવ્યા હતા કે, તમારી પુત્રવધૂ તમારી દીકરી સમાન છે. તમે તેમની સાથે અભદ્ર હરકત કરો છો તે શરમજનક બાબત છે, પરતુ, તેમને કોઈ અસર ન થતાં પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા હતા.