બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 નવેમ્બર 2021 (09:50 IST)

સંસ્કારી નગરીમાં કારમાં બે બાળકો સમક્ષ મહિલા ઉપર બળાત્કાર

રાજ્યમાં સતત ક્રાઇમ રેટ વધી રહો છે. રાજ્યમાં દરરોજ બળાત્કાર અને છેડતીના કિસ્સા સતત પ્રકાશમાં આવી રહ્યા છે. રાજ્યમાં સુરત, રાજકોટ, વડોદરા અને સુરતમાં સતત ક્રાઇમનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. ત્યારે વડોદરાના છાણી પોલીસ મથકમાં એક મહિલાએ સેક્સ અને જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી છે. 
 
એક મહિલાએ એક પુરુષ પર તેની સાથે અકુદરતી સેક્સ માણવાનો અને કારમાં તેની પાંચ વર્ષની પુત્રીની જાતીય સતામણી કરવાનો આરોપ લગાવતા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
 
મહિલાના જણાવ્યા અનુસાર આરોપી લાલા પટેલ જે મહિલાના પતિ સાથે સાબરમતી જેલમાં બંધ હતો. મહિલાના પતિની ચેઈન સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.  મહિલા તેના પતિના માતા પિતા અને તેના બાળકો સાથે રહેતી હતી. મહિલાએ દાવો કર્યો કે લાલા બુધવારે સાંજે તેની પાસે આવ્યો હતો અને પૈસા આપવાના બહાને કહીને લાલો મહિલાને પોતાની કારમાં લઈ ગયો હતો અને કથિત રીતે કારમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.
 
ફરિયાદીએ જણાવ્યું કે જ્યારે ઘટના બની ત્યારે તેના બે બાળકો કારમાં તેની સાથે હતા. તેણીએ આ વ્યક્તિ પર તેની પાંચ વર્ષની પુત્રીનું પણ જાતીય સતામણી કરવાનો આરોપ લગાવો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. આરોપીની ધરપકડ બાકી છે. આ અંગે તપાસ ચાલી રહી છે.