બુધવાર, 15 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 મે 2021 (18:08 IST)

સાગર રાણા મર્ડર કેસ - પહેલવાન સુશીલ કુમારની જામીન અરજી રદ્દ, એક લાખનુ ઈનામ કર્યુ છે જાહેર

સાગર રાણા મર્ડર કેસ gujarati  news
સાગર રાણા મર્ડર કેસમાં ઓલંપિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમારને કરારો ઝટકો લાગ્યો છે. કોર્ટએ તેમની અગ્રિમ જામીનની અરજીને ર દ્દ કરી દીધી છે 23 વર્ષીય પહેલવાન સાગર રાનાની હત્યા મામલે સુશીલ કુમાર વિરુદ્ધ બિનજામીની વોરંટ રજુ કર્યુ છે.  હાલ તે ફરાર ચાલી રહ્યા છે અને દિલ્હી પોલીસે તેમની સૂચના આપનારને એક લાખ રૂપિયાનુ ઈનામ આપવાનુ એલાન કર્યુ છે. સાગર રાનાની દિલ્હીના જ છત્રસાલ સ્ટેડિયમમાં હત્યા થઈ ગઈ હતી. સ્ટેડિયમના પાર્કિંગ એરિયામાં એક વિવાદમાં તેમનુ મોત થયુ હતુ. આ કેસમાં સુશીલ કુમાર વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. સુશીલ કુમાર વિરુદ્ધ પોલીસે હત્યા, અપહરણ અને અપરાધનુ ષડયંત્ર રચવાનો કેસ નોંધવામાં આવ્યો છે.