જાણો ગુજરાતમા કોણે અને કેવી રીતે યોગ કર્યાં, આવી છે યોગ દિવસની ઉજવણી

ગુરુવાર, 21 જૂન 2018 (10:33 IST)

Widgets Magazine
ypga day


આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગા ડે ઉજવાયો હતો. જેમાં ગુજરાતમાં લગભગ તમામ શહેરોમાં યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમદાવાદ, વડોદરા, અમદાવાદ, સુરત જેવા તમામ શહેરોમાં લોકોએ વહેલી સવારે યોગા કર્યા હતા. ગુજરાતમાં આતંરરાષ્ટ્રીય દિવસની ઉજવણી પર અમદાવાદની ઊંચામાં ઊંચી બિલ્ડીંગ પર યોગા થયા હતા. 200થી વધુ નામાંકિત વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધા હતો. બિલ્ડીંગના 18 અને 19માં ફ્લોર પર યોગનું આયોજન કરાયું હતું વડોદરામાં વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
yoga day

શાસ્ત્રીય સંગીતના તાલે વિદ્યાર્થીઓએ મલખમ યોગ કર્યા હતા. શહેરની ખાનગી શાળામાં અનોખુ આયોજન કરાયું હતું કચ્છની સરહદ પર તમામ BOP પર તૈનાત BSFના જવાનોએ યોગ કર્યા હતા. સાથે જ ભૂજના ૧૦૮ બટાલિયન ખાતે જવાનોએ યોગ કરી વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરહદ સુરક્ષાની સાથોસાથ સિવિલિયન લોકોમાં યોગ વિષે જાગૃતતા આવે તેમાટે કચ્છની તમામ બીઓપી પર જવાનો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા વડોદરા M.S.યુનિ.માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા યોગ કરાયા હતા. અરવલ્લીના મોડાસામાં કે.એન.શાહ શાળા ખાતે બાળકોએ સ્કેટિંગ સાથે યોગા કર્યા હતા. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત સ્કેટિંગ યોગા કર્યા હતા. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના પ્રાંગણમાં 2500 જેટલા વિદ્યાર્થીઓએ યોગાસન કર્યા હતા. આ પ્રસંગે ભારતીય વોલીબોલ ટીમના કેપ્ટન ચેતન વાળા પણ જોડાયા હતા. શાહીબાગમાં જેડી નાગરવાલા સ્ટેડિયમમાં પોલીસ દ્વારા કરવામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પોલીસ કમિશનર એ.કે.સિંઘ હાજર રહ્યા હતા. વડોદરામાં આજવા રોડ પર સામૂહિક યોગાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ ભાગ લીધો હતો. રાજકોટ મનપા દ્વારા અલગ-અલગ 5 સ્થળે યોગનું આયોજન કરાયું હતું. રેસકોર્ષના મેદાનમાં મંત્રી જયેશ રાદડિયાએ યોગ કર્યા હતા. અમદાવાદના રિવરફ્રન્ટ પર પહેલીવાર પાણીની વચ્ચે યોગા કરાયા હતા. પાણીની વચ્ચે બોટમાં યોગા કરાયા હતા.  સુરતમાં સ્વામીનારાયણ ગુરુકળના કેમ્પસમાં 1200 વિદ્યાર્થીઓએ દેશના નકશાનો આકાર બનાવીને યોગા કર્યા હતા. ભારતના નકશામાં વિદ્યાર્થીઓએ ભારત યોગ ગુરુ હોવાનો સંદેશ આપ્યો હતો. 1200 વિદ્યાર્થીઓએ 2 દિવસની તાલીમ બાદ દેશનો નકશો બનાવ્યો હતો.
yoga dayWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
યોગ યોગ દિવસ યોગા ડેની ઉજવણી શાસ્ત્રીય સંગીત વર્લ્ડ યોગા ડે Yogasan Gujarati Gujarati Yoga World Yoga Day Yoga Lekh Gujarati Yoga Day In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

યોગ દિવસે સીએમ રૂપાણીએ યોગ કર્યાં, 11 હજારથી વધુ લોકો જોડાયા

આજે વિશ્વભરમાં યોગા દિવસ ઉજવવામાં આવે છે. પીએમ મોદીએ દહેરાદૂનમાં યોગા કર્યા, તો બીજી તરફ ...

news

Yoga Day Video - યોગા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છો તો યાદ રાખો આ ટિપ્સ

યોગ સ્વસ્થ જીવન જીવવાની કલા છે. યોગ શરીરના સમસ્ત રોગો માટે એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે.

news

સુરત શિક્ષણ સમિતિની વેડરોડની સ્કુલમાં દરવાજા તૂટતા બે વિદ્યાર્થીને ઈજા

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેડ રોડની મરાઠી માધ્યમની સ્કુલનો મેઈન ગેટ તૂટી પડતાં બે ...

news

પાડોશી સાથે સંબંધ બાંધતી પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

સેલવાસના મસાટ ગામમાં પરિણીત યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતા પતિની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine