શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (11:06 IST)

યુથ કી આવાઝ યુવા ચેન્જમેકર્સને કલાયમેટ ચેન્જ ક્ષેત્રે કામ કરવા તાલિમ આપશે

અમદાવાદ : એવા સમયે કે જ્યારે કિશોર વયની સ્વીડીશ પર્યાવરણ અક્તિવીસ્ત ગ્રેટા થનબર્ગ  કલાયમેટ ચેન્જ સામે આકરાં પગલાં ભરવા દુનિયા ભરના દેશો ને આહ્વાન કરી રહી છે, ત્યારે યુથ કી આવાઝે યુવા ચેન્જ મેકર્સને કલાયમેટ ચેન્જ સામે કામ કરવા માટે પ્રેરવા  અને ત્રીન કરવા  ઝુંબેશ હાથ ધરી છે.
 
#વહી ઓન એઅર્થ (why on earth) નામની ચાર મહીની  ની  ઝુંબેશમાં યુવા ચેન્જ મેકર્સને તાલિમ આપવામાં આવશે. જેથી તે કલાઈમેટ ચેન્જ અને પર્યાવરણન જાળવણી અંગે જાગરૂકતા પેદા કરવાની કામગીરી બજાવી શકે.
 
"યુથ કી આવાઝ ના સ્થાપક અંશુલ તેવારી જણાવે છે  કે કલાઈમેટ ચેન્જને હંમેશ કરતાં વધુ ગંભીરતાથી લેવાનો હાલ સમય છે. યુવા સમુદાય દુનિયાભરમાં ક્લાયમેટ એકશન માટેની ચળવળની આગેવાની લઈ રહ્યો છે અને ભારતમાં કરોડો બાળકો તેમના ભાવિ અંગે ચિંતિત છે અને  સરકાર ક્લાઈમેટ ચેન્જ અંગે પગલાં ભરે તેની અપેક્ષા  કરી રહ્યા છે. યુવા સમુદાય સાથે કામ કરવુ ખૂબ જ મહત્વનુ છે અને #વહી ઓન એઅર્થ (WhyOnEarth) આ દિશામાં  પગલુ ભરે છે. અમે યુવાનો સાથે જોડાઈને તેમને આ  મહત્વ ના મુદ્દા અંગે જાગૃતિ પેદા કરવા તાલિમ આપીશું. ”
 
ગયા સપ્તાહે યુથ કી આવાઝ અને અમદાવાદ સ્થિત સંસ્થા સૌહાર્દે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે  કલાયમેટ ચેન્જ અંગે ચર્ચા કરવા અને કલાયમેટ એકશનની જરૂરિયાત બાબતે  “કનવર્ઝ” સમારંભનું આયોજન કર્યું હતું. આ સમારંભમાં કલાયમેન્ટ ચેન્જની સમસ્યા હલ કરવા માટે ઉપાયો હાથ ધરવા અને વિચારો રજૂ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
 
વકતાઓએ કલાયમેટ ચેન્જનાં વિવિધ  પાસાં  કેન્દ્રમાં રાખીને નબળા વર્ગો પર તેની અસર, નાગરિકો અને સમુદાયની સક્રિયતા, શહેરોમાં બહેતર રીતે કચરો છૂટો પાડવાની જરૂરિયાત, દેશની જીડીપી ઉપર કલાયમેટ ચેન્જન સંબંધી પ્રવૃત્તિઓની થતી આર્થિક અસર તથા બદલાતા હવામાન સામે ટકી રહેવા શું કરવુ જોઈએ તે  અંગે તથા  સરકારી કામગીરી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.