શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By
Last Updated : શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (07:58 IST)

જાણો દેશ દુનિયાના સંવિધાન વિશે, ક્યારે બન્યા અને શુ છે વિશેષતા

26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન લાગુ પડ્યુ હતુ. કોઈપણ દેશનું સંવિધાન ત્યાની ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની ગતિવિધિઓને સમજવામાં મદદરૂપ હોય છે. શુ તમે જાણો છો કેટલાક દેશોના સંવિધાન વિશે.. કે તે ક્યારે લાગુ થયા ક્યારે તેમના સંશોધન થયા અને એ સંવિધાનમાં શુ ખાસ છે. 
white-house

અમેરિકા - આ દેશમાં યૂનાઈટેડ સ્ટેટ લૉ 17 સપ્ટેમ્બર 1787ના રોજ ગાલુ કરવામાં આવ્યુ. જેમા મુખ્ય રૂપે 7 આર્ટિકલ્સ છે. જેમા વિસ્તૃત રૂપે અધિકરો અને કાર્યપ્રણાલીની વિવેચના કરવામાં આવી છે. 1789 સુધી તેને દેશભરમાં લાગૂ કરવામાં આવ્યુ. તેમા અત્યાર સુધી 27 વાર સંશોધન થઈ ચુક્યુ છે. તેને દુન્યાનુ સૌથી જુનુ અને નાનુ લખવામાં આવેલ સંવિધાન બતાવવામાં આવે છે. 

જર્મની - અહી 8 મે 1949ના બેસિક લૉ નામથી સંવિધન લાગુ થયુ હતુ. આ પહેલા અહી 1848માં લોકોએ પોતાના અધિકારોની લડાઈ માટે અવાજ ઉઠાવ્યો હતો. 1867માં સંવિધાનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા. 1919માં અહી વેમાર સંવિધાન લાગૂ કરવામાં આવ્યુ. પણ તેમા અનેક ખામીઓને કારણે લોકોને વિપત્તિ ઉઠાવી. લાંબી ચર્ચા અને કોશિશો પછી અહી બેસિક લૉ ને લાગુ કરવામાં આવ્યો. 

મેક્સિકો - અહી સંવિધાન 5 ફેબ્રુઆરી 1917ના રોજ લાગુ કરવામાં આવ્યુ.  અહી પણ સ્થિતિયો મુજબ સંવિધાનમાં અનેકવાર ફેરફાર કરવામાં આવ્યા. વર્ષ 1812થી જ આ દેશમાં લોકોના અધિકારો અને સ્વતંત્રતાનો અધિકાર તેમને સોંપવામાં આવી ચુક્યો હતો. એવુ માનવામાં આવે છે કે 1824માં બનેલ સંવિધાનને જ 1917માં સંશોધિત કરી લાગુ કરવામાં આવ્યુ હતુ. જેને બીજા દેશો સાથેના સંબંધોને ધ્યાનમાં મુકીને બનવવામાં આવ્યુ હતુ. 

ચીન - 4 ડિસેમ્બર 1982માં લાગૂ  થયેલ સંવિધાન ચીનની પાંચમું સંવિધાન છે.  તેના  હિસાબથી ત્યાની સરકાર અને અન્ય કાર્યપ્રણાલીઓ ચાલે છે. તેમા વર્ષ 1988, 1993 અને 1999માં સંશોધન કરવામાં આવ્યા. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની સ્થાપનાથી પહેલા અહી વર્ષ 1954, 1975 અને 1978માં બનાવેલ સંવિધાનો મુજબ કામ કરવામાં આવતુ હતુ. 

મોરોક્કો - તેને 14 ડિસેમ્બર 1962ના રોજ દેશભરમાં લાગૂ કરવામાં આવ્યુ. પણ તેમા લોકો લોકતાંત્રિક ફેરફાર ઈચ્છતા હતા. આ માતે અનેક વિરોધો અને પ્રદર્શનો પછી વર્ષ 2011માં સંવિધાનમાં સંશોધન કરવામાં આવ્યુ. તેના હિસાબથી અહી રાજાના પદને પ્રધાનમંત્રીમાં ફેરવવામાં આવ્યુ અને દેશ સાથે સંકળાયેલા બધા પ્રકારણા નિર્ણય લેવાની જવાબદારી પણ તેને આપવામાં આવી.