રવિવાર, 17 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

સૈન્ય યુધ્ધ માટે તૈયાર નથી !

દેશની લશ્કરી તાકાતની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ દિવા તળે અંધારૂ દેખાઇ રહ્યું છે. કોમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલે (કેગ) આ બાબતે ચોંકાવનારો પર્દાફાશ કરી સૌની ઉંઘ ઉડાડી દીધી છે.

કેગે જાહેર કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત યુધ્ધ માટે સક્ષમ નથી. અડધાથી વધુ સબમરીનો યુધ્ધમાં ઉતરવા તૈયાર નથી. સાથોસાથ દેશની રડાર સિસ્ટમ પણ જુની છે અને તેની સંખ્યા પણ ઓછી છે. જે યુધ્ધ સમયે વિશ્વસનીય રક્ષણ પુરૂ પાડી શકે તેમ નથી.

રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, સબમરીનો ઘરડી છે તેની સંખ્યા પણ મંજૂર કરાયેલી સંખ્યા કરતાં ઓછી છે. દેશની 16 સબમરીનનો કાફલો 23 વર્ષ અગાઉ મંજૂર કરાયેલી સંખ્યાથી ઓછી છે.