રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (20:37 IST)

Russia Ukraine War: વ્લાદિમીર પુતિનની વિરોધીઓ પર મોટી કાર્યવાહી, રૂસે 35 દેશો માટે પોતાનુ એયર સ્પેસ કર્યુ બંધ

યૂક્રેન(Ukraine) પર રૂસના(Russia) હુમલાને જોતા દુનિયાભરના અનેક દેશોએ પ્રતિબંધો લગાવવા શરૂ કર્યા છે. આ પ્રતિબંધોથી ચિંતિત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin)વિરોધીઓને જવાબ આપવા માટે મોટી કાર્યવાહી કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી હેઠળ રશિયાએ 35 દેશો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. જાણકારી અનુસાર રશિયાએ બ્રિટન (Britain) અને જર્મની(Germany) સહિત 35 દેશો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. દેશની એવિએશન ઓથોરિટીએ આ જાણકારી આપી છે
 
સાથે જ રિપોર્ટનું માનીએ તો, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે જેમાં રશિયાના સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના વડાઓ હાજર રહ્યા હતા. આ બેઠક ક્રેમલિનમાં પુતિનની ઓફિસમાં થઈ હતી.
 
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે હાલમાં જ ફ્રાન્સે રશિયાના તમામ ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. તે જ સમયે, યુએસ ટ્રેઝરી વિભાગે રશિયાની કેન્દ્રીય બેંક અને સરકારી રોકાણ ભંડોળ પર પણ નવા પ્રતિબંધો લગાવ્યા છે. જાણકારી અનુસાર, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઈટાલી, જાપાન, યુરોપિયન યુનિયન અને અન્ય દેશો અમેરિકાની સાથે પ્રતિબંધો દ્વારા રશિયાની સેન્ટ્રલ બેંકને નિશાન બનાવી રહ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલાના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે.