સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: ગુરુવાર, 3 માર્ચ 2022 (12:38 IST)

Russia ukrain war- રશિયા યુક્રેનમાં સૈન્ય સંઘર્ષનો આજે આઠમો દિવસ- અત્યાર સુધી શું-શું થયું ?

રશિયા યુક્રેનમાં સૈન્ય સંઘર્ષનો આજે આઠમો દિવસ છે.  અહીં વાંચો અત્યાર સુધી શું-શું થયું:
 
રશિયાની સેનાએ યુક્રેનના દક્ષિણમાં સ્થિત મુખ્ય બંદરના શહેર ખેરસોનનો કબજો મેળવી લીધો છે, અધિકારીઓ આ વાત જણાવી છે.
છેલ્લા કેટલાક કલાકોમાં રાજધાની કિએવ તથા અન્ય શહેરોમાં મોટા વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે, ધુમાડો નીકળતો હોવાનાં દૃશ્યો પણ જોવા મળ્યાં.
અમેરિકાના સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે યુક્રેનમાં રશિયાનો વિશાળ સૈન્ય કાફલો હાલ થોભી ગયો છે
અમેરિકા અનુસાર રશિયાના સૈન્યને ઈંધણ અને ભોજનની અછતને કારણે કાફલો રોકવો પડ્યો છે
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ એક વીડિયોમાં દેશવાસીઓના દેશના રક્ષણ માટે ઊભા રહેવા માટે વખાણ કર્યાં
ધ હેગ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા યુક્રેનમાં રશિયાના હુમલામાં સંભવિત યુદ્ધઅપરાધની તપાસ શરૂ કરી
યુએન અનુસાર યુદ્ધને કારણે દસ લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું
રશિયાએ પ્રથમ વખત માન્યું યુક્રેનમાં તેના 498 સૈનિકો માર્યા ગયા અને1,597 ઈજાગ્રસ્ત થયા