રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

કલશ વિસર્જનની સાથે કરો આ કામ, હમેશા રહેશે માં દુર્ગાનો તમારા પર આશીર્વાદ

અષ્ટમી અને નવમીના વ્રતની સાથે જ નવરાત્રનો સમાપન હોય છે. આ દિવસે વ્રતની સાથે જ કલશ વિસર્જનનો કામ પણ હોય છે. આ કાર્ય બદાને વિધિ-વિધાનની સાથ કરવું જોઈએ. તેનાથી માતા ભગવતીનો આશીર્વાદ તમને મળશે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ થશે. 
વ્રત પૂરા થયા પછી હવન અને પછી કન્યા ભોજન કરાવો. યથાશક્તિ કન્યાઓને ભેંટ આપો. કન્યાઓમાંથી એક કન્યાને તમે ભગવતીના નવ અવતારને એકીકૃત સ્વરૂપ માનતા તેનો વિશિષ્ટ પૂજન કરો. દાન દક્ષિણા આપો. પગ ધોવો. કન્યાને દુર્ગા માનીને નવ દિવસ દેવી સામે જે પણ સામગ્રી કે પ્રસાદ કાઢ્યુं હોય એ તેને આપી દો. કન્યા પૂજન પછી દેવી ભગવતીના સપરિવાર ધ્યાન કરો. ક્ષમા યાચના કરો કે હે દેવી અમે મંત્ર, પૂજા, વિધાન કઈ નથી જાણતા. તમારા સામર્થયમુજબ અને અલ્પજ્ઞાનથી અમે તમારું વ્રત રાખ્યું અને કન્યા પૂજ કર્યું. અમને અને અમારા પરિવારના કુળને તામારું આશીર્વાદ આપો. અમને સુખ-સમૃદ્ધિ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, ધન, યશ, આપો. પછી દેવી સૂક્તમ પાઠ કરતા આ મંત્ર ખાસ રૂપથી વાંચો. 
 
યા દેવી સર્વભૂતેષૂ શાંતિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ  નમો નમ: આ મંત્રોને 11 વાર વાંચો. 
ત્યારબાદ કલશ વિસર્જન માટે એં હ્રી ક્લીં ચામુડાયૈ વિચ્ચે-મંત્રને જપતા કલશ ઉપાડો. નારિયેળને માથા પર લગાવો અને નારિયેળ-ચુનરી વગેરે તમારી માતા-પત્ની-બેનના ખોળામાં મૂકો. 
 
કન્યાને તમે ભગવતીના નવ એકીકૃત અવતાર ત્યારબાદ કલશના પાનથી કળશાના જળને તમારા ઘરના ચારે ખૂણમાં છાંટો. ધ્યાન રાખો કે સૌથી પહેલા રસોડામાં અહીં લક્ષ્મીનો વાસ છે. ત્યારબાદ બેડરૂમમાં, સ્ટડી રૂમમાં અને આખરેમાં ઘરના પ્રવેશદ્વાર પર છાંટો. બાથરૂમમાં નહી છાંટવું.કલશના જળને તુલસીમાં અર્પણ કરો. જે સિક્કા કળશમાં નાખ્યા હોય તેને તિજોરીમાં મૂકી લો. તેને ખર્ચ ન કરવું.