સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: શુક્રવાર, 17 જુલાઈ 2020 (20:38 IST)

મહાલક્ષ્મીની કૃપા જોઈતી હોય તો રોજ કરો તુલસીના દર્શન

સનાતન ધર્મમાં તુલસીનુ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. તુલસી વિશે માન્યતા છેકે સમુદ્ર મંથનના સમયે જે અમૃત ધરતી પર છલકાયુ તેનાથી જ તુલસીની ઉત્પત્તિ થઈ. શાસ્ત્રોમાં તુલસીના છોડ પૂજનીય, પવિત્ર અને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલુ જ નહી તુલસીનો છોડ ઘરમાં લગાવવો પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે. સાથે જ શાસ્ત્રોમાં તુલસી વિશે અનેક લાભ પણ બતાવ્યા છે. આ લાભ વિશે જાણીને તમે રોજ તુલસીના દર્શન કરશો. 
 
1. મળે છે ગંગાસ્નાનનું ફળ - શાસ્ત્રો મુજબ જે તુલસીના પાન પરથી ટપકતુ પાણી પોતાના માથા પર ધારણ કરે છે તેને ગંગાસ્નાન અને 10 ગૌદાન(ગાયનુ દાન) કરવા જેટલુ ફળ પ્રાપ્ત થાય છે.   
 
2. પાપનો થાય છે નાશ -  શાસ્ત્રોમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે.  તેથી કોઈએ કેવુ પણ પાપ કર્યુ હોય પણ જો તેના શવના ઉપર પેટ અને મોઢા પર તુલસીની સુકી લાકડીઓ પાથરી દો અને તુલસીની લાકડીથી અગ્નિ આપી દો તો તેની દુર્ગતિથી રક્ષા થાય છે. તેના બધા પાપ ખતમ થઈ જાય છે. યમદૂત પણ તેને લઈ જઈ શકતા નથી.   
 
3. મોક્ષની પ્રાપ્તિ  - ગરુડ પુરાણ મુજબ ઘરમાં તુલસીનો છોડ લગાવવો, ઉછેરવાથી અને તેનુ ધ્યાન કરવાથી મનુષ્યોને પૂર્વ જન્માર્જિત પાપ ખતમ થઈ જાય છે. આવા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.   
 
4. દેવી-દેવતાઓની રહે છે કૃપા - બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે મૃત્યુના સમયે જે તુલસીના પાન સહિત જળ પાન કરે છે. તે બધા પાપોથી મુક્ત થઈને સીધા વિષ્ણુલોકમાં જાય છે. ઘરમાં તુલસીનો છોડ હોય તો દેવી દેવતાની વિશેષ કૃપા કાયમ રહે છે. 
 
5. આર્થિક સ્થિતિ સારી રહે છે - શાસ્ત્રોમાં બતાવ્યુ છે કે જે સવારે તુલસીના દર્શન કરે છે અને તેમને જળ-ફુલ અર્પિત કરે છે. તેમને સુવર્ણ દાનનું ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવે છે.   
 
6. મહાલક્ષ્મીની રહે છે કૃપા - પુરાણો મુજબ તુલસીના છોડની પૂજા રોજ કરવી જોઈએ. રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે જે લોકો સાંજે દીવા-બત્તી કરે છે તેમના પર સદૈવ મહાલક્ષ્મીની કૃપા કાયમ રહે છે.