Krishna Katha- શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ

કલ્યાણી દેશમુખ 

Widgets Magazine


ત્રેતાયુગના અંતમાં અને દ્રાપરયુગના પ્રારંભના સમયમાં નિંદાજનક કામો કરવાવાળો કંસ નામનો એક અત્યંત પાપી દૈત્ય હતો. તે દૃષ્ટ અને દુરાચારી કંસની દેવકી નામની એક સુંદર બહેન હતી. દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન આઠમો પુત્ર કંસનો વધ કરશે.
એક સમયની વાત છે. તે દૃષ્ટ કંસે એક જ્યોતિષને પૂછ્યું કે મારુ મૃત્યુ ક્યાં અને કેવી રીતે અને કોના હાથે થશે.
જ્યોતિષે કહ્યું કે -હે દાનવોમાં શ્રેષ્ઠ કંસ, વાસુદેવની પત્ની દેવકી જે તમારી બહેન પણ છે. તેના જ ગર્ભમાંથી ઉત્પન્ન તેનો આઠમો પુત્ર જે શત્રુઓને પરાજીત કરીને આ સંસારમાં 'કૃષ્ણ' બનીને પ્રખ્યાત થશે. તે જ એક દિવસે સૂર્યોદયના સમયે તારો વધ કરશે.

જ્યોતિષની વાત સાંભળી તે દુરાચારી કંસે પોતાના એક દ્રારપાલને કહ્યુ - આ મારી બહેન મને મારા પ્રાણોથી પણ વધુ વહાલી છે. તેની સુરક્ષા કરજો. એક દિવસે દેવકી પાણી લેવાના બહાને ઘડો લઈને એક તળાવ પર ગઈ. તે તળાવના કિનારે એક ઘટાદાર ઝાડ નીચે બેસીને રડવા લાગી. તે જ સમયે એક સુંદર સ્ત્રી કે જેનું નામ યશોદા હતુ તેને આવીને દેવકીને મીઠી વાણીમાં પૂછ્યું - હે કાંતે, તુ આ રીતે કેમ વિલાપ કરી રહી છે. તારા રડવાનું કારણ મને બતાવ. ત્યારે દુ:ખિત દેવકીએ યશોદાને કહ્યું - હે બહેન નીચ કર્મોથી ટેવાયેલો દુરાચારી મારો મોટો ભાઈ કંસ છે તેણે મારા કેટલાય પુત્રોને મારી નાખ્યા છે. આ સમયે મારા ગર્ભમાં આઠમો પુત્ર છે, તે આને પણ મારી નાખશે. આ વાતમાં કોઈ શંકા નથી. કારણકે તેને એ વાતનો ભય છે કે મારો આઠમો પુત્ર તેનો વધ જરૂર કરશે.

દેવકીની વાતો સાંભળી યશોદાએ કહ્યુ - હે બહેન વિલાપ ના કરીશ. હું પણ ગર્ભવતી છું. જો મને છોકરી થશે તો તુ તારા છોકરાના બદલે મારી કન્યાને લઈ લેજે. આ રીતે તારો પુત્ર કંસના હાથે નહી મરે.

ત્યારબાદ કંસે પોતાના દ્રારપાલને પૂછ્યું કે દેવકી ક્યાં છે ? અત્યારે દેખાતી નથી. ત્યારે દ્રારપાલે કહ્યુ - મહારાજ તમારી બહેન તળાવ પર પાણી ભરવા ગઈ છે. ત્યારે કંસે ગુસ્સામાં દ્રારપાલને વઢીને તેને પણ દેવકી પાછળ મોકલ્યો. દ્રારપાલે દેવકીને પૂછ્યુ કે તમે અહીં કેમ આવ્યા છો ? દેવકીએ કહ્યુ કે મારા ઘરમાં પાણી નહોતું તેથી હું પાણી લેવા અહીં આવી છુ. આટલુ કહીને તે પોતાના ઘર તરફ ચાલી નીકળી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

હિન્દુ

news

રોજ સવારે તાંબાના લોટામાં જળ ભરીને તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષ પર જળ ચઢાવવુ જોઈએ.

શિવલિંગ પર જળ ચઢાવવાની સાથે જ એક લોટો પાણી તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષને પણ અર્પિત કરવુ ...

news

વરલક્ષ્મી વ્રત: આજે કરો આ ઉપાય, માતા લક્ષ્મીની મળશે ખાસ કૃપા

વરલક્ષ્મીનો વ્રત આજે કરાઈ રહ્યું છે. આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ જ રાખે છે. કુંવારી ...

news

ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ

રક્ષાબંધનના દિવસે મતલબ 7 ઓગસ્ટના દિવસે ચંદ્રગ્રહણ આવી રહ્યુ છે. હિન્દુ ધર્મમાં ચંદ્ર ...

news

Video શિવની કૃપા ઈચ્છતા હોય તો ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ..

જુલાઈ મતલબ હિંદુ પંચાગમાં શ્રાવણ માસ તરીકે ઓળખાતો શિવનો પવિત્ર મહિનો. શ્રાવણ મહિનામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine