સવારે ઉઠતા જ કરશો આ કામ તો આખો દિવસ રહેશે ભરપૂર એનર્જી
આજકાલની ભાગ દોડ ભરી જીંદગીમા દરેક કોઈને ફિટ રહેવુ ખૂબ જરૂરી હોય છે. ફિટ રહેવાની સાથે સાથે એક્સરસાઈઝ પર ધ્યાન આપવાની પણ ખૂબ જરૂર હોય છે. તેથી આવો આજે અમે તમને 7 એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જેને સવારે ઉઠીને કરવાથી તમે સહેલાઈથી આખો દિવસ ફીટ રહી શકો છો.
ટિપ્સ
- સવારે ઉઠતા જ પાણી પીવુ ખૂબ જરૂરી હોય છે.
- ખાલી પેટ પાણી પીવાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે.
- સવાર સવારે કુણુ પાણી પીવુ જાડાપણાને ઓછુ કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
- રોજ સવારે એક મુઠ્ઠી બદામ અને અખરોટ ખાવી આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે.
- સવારનો નાસ્તો ખૂબ મહત્વનો હોય છે. તેને પેટ ભરીને કરવાથી બપોર સુધી એનર્જી કાયમ રહે છે.
- ઓછા તેલ અને મસાલાવાળો નાસ્તો કરો. આહારમાં દૂધ અને ફ્રૂટ્સ જરૂર સામેલ કરો.
- આ બધા સાથે થોડી ઘણી એક્સરસાઈઝ પણ ખૂબ જરૂરી છે.
સવારમાં આટલુ કરશો તો ક્યારેય નહી પડો બીમાર અને એકદમ રહેશો ફિટ