Widgets Magazine
Widgets Magazine

સ્ત્રી-પુરુઓએ સમાગમ ક્યારે કરવું અને ક્યારે ન કરવું જોઈએ

ગુરુવાર, 16 નવેમ્બર 2017 (05:44 IST)

Widgets Magazine


પતિ-પત્ની બંનેને જેટલી વખત જરૂર જણાય એટલી વખત પરસ્પર સંમતિથી સમાગમ કરી શકાય. બીજું, પત્નીને સુખી રાખવા માટે માત્ર સમાગમ જ જરૂરી નથી. એને પ્રેમ આપો, એની ઈચ્છાને માન આપો, જાહેરમાં એનું સન્માન જાળવો .તેમ છતા શાસ્ત્રોમા કેટલાક નિય્મો જણાવેલ છે જે નીચે મુજબ છે
 
આપણા શાસ્ત્રો સમાગમના સંબંધમાં ઘણા આવશ્યક નિર્દેશ આપવામાં આવ્યા છે.  હિન્દુધર્મ મુજબ નવરાત્રિ, દિવાળી, શ્રાદ્ધ, હોળી, અમાસ, પૂનમ, અગિયારસ વગેરે તિથિઓ પર ધાર્મિક આચરણની સાથે જાતીય સંબંધો રાખવાની મનાઈ છે. લગ્ન ઉપરાંત સમાગમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમાગમના માધ્યમથી જ દંપત્તિના અંશરૂપે સંતાનનો જન્મ થાય છે. તમારી સંતાન કેવી હશે ? આ તમારા સમાગમનો સમય નિર્ધારિત કરે છે.
 
 સ્ત્રી-પુરુઓએ ન કરવું જોઈએ તે અંગે અનેક મતમતાન્તરો જોવા મળે છે.  વ્યક્તિ પોતાની લાગણીવશ કે ઈચ્છાવશ સેક્સને તાબે થઈ જાય તો તેને ઘણા સમય સુધી મનમાં કંઈક ખોટું થઈ ગયાની લાગણી અનુભવે છે.  આયુર્વેદમાં સેક્સ સંબંધી સમયકાળને નક્કી કરવામાં આવ્યો છે. તેથી જ આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે ક્યારે સેક્સ ન માણવું 
 
-આ સંબંધમાં ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે રાત્રિના પ્રથમ પ્રહર સમાગમ માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે.  પ્રથમ પ્રહરમાં કરેલા સમાગમથી ઉત્પન્ન થનારી સંતાનને શિવના આશીર્વાદ મળે છે. અને આ સંતાન પૂર્ણ રીતે ધાર્મિક, માતા-પિતાની આજ્ઞાનું પાલન કરનારું, ભાગ્યવાન અને દીર્ઘાયુ થાય છે.
 
- રાત્રિના પ્રથમ પ્રહર પછી રાક્ષસગણ પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. અને તે દરમિયાન કરવામાં આવતા સમાગમથી ઉત્પન્ન થનારી સંતાન રાક્ષસોના સમાન ગુણોવાળી, માતા- પિતાનો અનાદર કરનાર,ભાગ્યહીન અને ખરાબ વ્યસનોમાં ખુંપનારી બને છે. રાત્રિનો પ્રથમ પ્રહર રાતના 12 વાગે સુધી માનવામાં આવે છે.
 
-વૈદિક ધર્મ અનુસાર આ સમય સિવાય અન્ય સમયે સમાગમ કરનારા દંપતી ઘણા પ્રકારના શારીરિક, માનસિક અને આર્થિક દુખ ભોગવે છે. રાતના 12 વાગ્યા પછી સમાગમ કરનારા ઘણા પ્રકારની બીમારીઓ વેઠે છે.  જેમ કે અનિદ્રા, માનસિક તણાવ, થાક અને અન્ય શારીરિક બીમારીઓ ઘેરી લે છે. આ સાથે તેમને દેવી- દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી નથી.
 
- નિષિદ્ધ રાત્રિઓઃ- પૂનમ, અમાસ, એકમ, આઠમ, અગિયારસ, ચૌદસ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ઉત્તરાયણ, જન્માષ્ટમી, રામનવમી, હોળી, શિવરાત્રિ, નવરાત્રિ વગેરે પર્વોની રાત્રિઓ, શ્રાદ્ધના દિવસો, ચતુર્માસ, પ્રદોષકાળ, ક્ષયતિથિ તથા માસિક ધર્મના ચાર દિવસ સમાગમ ન કરવો જોઈએ. 
 
- દિવસે અને બંને સંધ્યાના સમયે જે સૂવે અને સ્ત્રી સહવાસ કરે છે એ સાત જન્મો સુધી રોગી અને દરિદ્ર થાય છે.
 
 - માતા-પિતાની મરણતિથિ, પોતાની જન્મતિથિ,  તથા અશ્વિની, રેવતી, ભરણી, મઘા, મૂળ- આ નક્ષત્રોમાં સમાગમ વર્જિત છે.
 
-  જો પત્ની રજસ્વલા હોય તો એની પાસે ન જવું તથા એને પણ પોતાની પાસે ન બોલાવવી, શાસ્ત્રની અવજ્ઞા કરવાથી ગૃહસ્થ જીવન દુઃખમય બને છે, વધારે સમય સુધી સુખી જીવન નથી જીવી શકાતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Video - વજન ઓછું કરવા 7 સરળ ઘરેલૂ ટિપ્સ

બાળકોથી લઈને મોટેરાઓ સુધી જાડાપણાની સમસ્યા સામાન્ય જોવા મળે છે. તેની પાછળ અનેક કારણ અને ...

news

પીવો તુલસીનો કાઢો થશે ફાયદા જ ફાયદા

તુલસીના પાન તેનો રસ અને તેની ચા યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો અનેક ગંભીર બીમારીઓથી ...

news

રોજ ખાશો 1 જામફળ... મળશે અનેક ફાયદા...

સામાન્ય મળનારુ ફળ જામફળમાં પ્રોટીન વિટામિન અને ફાઈબર ભરપૂર હોય છે. જ્યારે કે કોલેસ્ટ્રોલ ...

news

સમાગમ કેટલો સમય હોય તો આનંદ વધુ આવે ?

ફિઝિકલ ઇન્‍ટમસીને લઇને અનેક સવાલ થતા રહે છે કે કેટલો સમય સંભોગમાં રત રહેવાનું થાય એને ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine