બુધવાર, 24 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|

દુબઈ લોન મુદ્દાની અસર શેર બજાર પર

બીએસઈ
વૈશ્વિક આર્થિક મંદીમાંથી બહર આવી રહેલ અર્થવ્યવસ્થાને દુબઈમાં લોન ચુકવણીમાં મોડુ થવાની સમસ્યાથી જોરદાર આંચકો લાગ્યો છે. આની અસર એશિયાઈ શેર બજારો પર જોવા મળી છે. જ્યા બેંકિગ અને રિયાલીટી ક્ષેત્રને કંપનીઓને ભારે નુકશાન ઉઠાવવુ પડ્યુ છે.

દુબઈની બુનિયાદી સુવિદ્યા ક્ષેત્રની અગ્રણી સરકારી કંપની દુબઈ વર્લ્ડ અને નખીલ પર બધુ મળીને 80 અરબ ડોલરનુ દેવુ છે. આ દેવાની ઓગસ્ટમાં ચુકવણી થવી જોઈએ હતી પરંતુ આ બંને કંપનીઓએ દેવાની પુર્નરચના કરવાનો આગ્રહ કર્યો છે.

કંપનીના આ આગ્રહને કારણે રોકાણકારોને ખાસ કરીને બેંકિગ અને રિયલટી ક્ષેત્રની કંપનીઓ પર ખરાબ અસર પડી છે.