શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Modified: સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (14:08 IST)

શાસ્ત્રો મુજબ... જે ઘરમાં શ્રાદ્ધ નથી થતુ ત્યા..

શ્રદ્ધયા દીયતે યત્ર, તચ્છ્રાદ્ધ્રં પરિચક્ષતે.. 
 
શ્રદ્ધાથી જે પૂર્વજો માટે કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે.  તમારો એક મહિનો વીતે છે તો પિતૃલોકનો એક દિવસ હોય છે. વર્ષમાં એકવાર જ શ્રાદ્ધ કરવાથી કુળ ખાનદાનના પિતરોની તૃપ્તિ થઈ જાય છે. 
 
જે શ્રાદ્ધ કરે છે તે પોતે પણ સુખી સંપન્ન થાય છે અને તેમના દાદા-પરદાદા પૂર્વજો પણ સુખી થાય છે. શ્રાદ્ધના દિવસોમાં પિતર આશા રાખે છે કે અમારા બાળકો અમારે માટે કંઈને કંઈ અર્પણ કરે. અમને તૃપ્તિ થાય. સાંજ સુધી તેઓ આમ તેમ જુએ છે. જો શ્રાદ્ધ નથી કરવામાં આવતુ તો તેઓ દુત્કારીને ચાલ્યા જાય છે. 
 
હારીત સ્મૃતિમાં લખ્યુ છે - જેના ઘરમાં શ્રાદ્ધ નથી થતુ તેમને કુલ-ખાનદાનમાં વીર ઉત્પન્નત નથી થતા. કોઈ નિરોગી નથી રહેતુ. લાંબી આયુ નથી થતી અને કોઈને કોઈ પ્રકારની ઝંઝટ અને ખટપટ કાયમ રહે છે. કોઈ પ્રકારનુ કલ્યાણ પ્રાપ્ત નથી થતુ. 
 
વિષ્ણુ પુરાણ મુજબ શ્રાદ્ધથી બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, વરુણ, અષ્ટવસુ, અશ્વિની કુમાર, સૂર્ય, અગ્નિ, વાયુ, ઋષિ, પિતૃગણ, પશુ-પક્ષી, મનુષ્ય અને જગત પણ સંતુષ્ટ થાય છે. શ્રાદ્ધ કરનારાઓ પર આ બધાની પ્રસન્ન દ્રષ્ટિ રહે છે." 
 
એ આટલા લોકોને સંતુષ્ટ કરવામાં સક્ષમ હોય છે તો ખુદ અસંતુષ્ટ કેવી રીતે રહેશે.  મનુષ્ય આ ધરતી પર જન્મ લીધા પછી ત્રણ ઋણોથી ગ્રસ્ત હોય છે. પ્રથમ દેવ ઋણ, બીજુ ઋષિ ઋણ અને ત્રીજુ પિતૃ ઋણ. પિતૃપક્ષના શ્રાદ્ધ અર્થાત 16 શ્રાદ્ધ વર્ષના એવા સોનેરી દિવસ છે જેમા આપણે શ્રાદ્ધમાં સામેલ થઈને ઉપરોક્ત ત્રણેય ઋણોથી મુક્તિ મેળવી શકીએ છીએ.