સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (12:15 IST)

પિતૃપક્ષમાં શા માટે કાગડા, કુતરા અને ગાયને આપવામાં આવે છે ભોજન

શા માટે શ્રાદ્ધ પક્ષમાં ગાય, કુતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે.
શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ, ગાય, કુતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે. માન્યતા છે આ 16 શ્રાદ્ધની તિથિઓમાં આપણા પિતૃઓ મૃત્યુ લોકથી ધરતી પર આવે છે. શ્રાદ્ધ પક્ષનો સંબંધ મૃત્યુ સાથે હોય છે, એટલા માટે આ તિથિઓમાં શુભ અને મંગળ કાર્યો ન કરીને આપણા પિતૃ પ્રત્યે સન્માન અને એકાગ્રતાના ભાવ રાખવામાં આવે છે
 
શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ, ગાય, કુતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે. હિન્દુ ધર્મમાં એવુ માનવુ છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, એટલા માટે ગાયનું મહત્વ ખૂબ વધારે છે. 
 
તેમજ પિતૃ પક્ષમાં કુતરા અને કાગડા પિતૃનું રૂપ ગણવામાં આવે છે. ગરૂણ પુરાણમાં કાગડા યમરાજના સંદેશ વાહક હોય છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડા ઘરે-ઘરે જઈને શ્રાદ્ધ ગ્રહણ કરે છે તેનાથી યમલોકમાં પિતૃ દેવતાઓને તૃપ્તિ મળે છે. એટલા માટે તેને ભોજન ખવડાવવાની વિધિ છે. પિતૃપક્ષ દરમિયાન તેનું વિશેષ ધ્યાન રાખવાની પરંપરા છે.