બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : સોમવાર, 1 ઑગસ્ટ 2016 (15:20 IST)

શા માટે ચઢાવાય છે ભગવાન શિવને બિલ્વ પત્ર અને શું છે એમની કથા

તમે બિલીપત્રનું નામ તો સાંભળ્યું જ હશે અને એનું ઝાડ પણ જોયું હશે. જી હા બિલીના ઝાડ પર  લાગતી પાંદળીઓને બિલીપત્ર કહેવાય છે. આ પાંદળી કઈક ખાસ પ્રકારની હોય છે, એક જ ડાળીમાં ત્રણ પાન એક સાથ સંકળાયેલા હોય છે. 
હિંદૂધર્મમાં બિલિપત્રનું   ખાસ મહત્વ હોય છે. શ્રાવણ મહીનામાં ભગવાન શિવની પૂજા કરતી વખતે  બિલીપત્રને ચઢાવું અનિવાર્ય ગણાય છે. જેના માટે ઘણા નિયમ પણ હોય છે. 
 
એવું માનવું છે કે જો માણસ સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે અને તેમને બિલીપત્ર  અર્પિત કરે છે તો ભગવાન એમની દરેક ઈચ્છા પૂરી કરે છે. શું તમે બિલીપત્ર વિશે બીજી વાતો પણ જાણવા ઈચ્છો છો તો આગળ વાંચો... 

બિલીપત્રની કથા
સ્કંદ પુરાણમાં એમના બધા રૂપો વસે છે. ઝાડના મૂળમાં એ ગિરિજાના સ્વરૂપમાં, એના થડમાં મહેશ્વરીના સ્વરૂપમાં અને શાખાઓમાં દક્ષિણાયની અને પાંદળીઓમાં પાર્વતીના રૂપમાં રહે છે. 
 
ફળોમાં કાત્યાયની સ્વરૂપ અને ફૂલોમાં ગૌરી સ્વરૂપમાં નિવાસ કરે છે. આ બધા રૂપો સિવાય, માતા લક્ષ્મીના રૂપમાં બધા ઝાડમાં નિવાસ કરે છે. આથી ભગવાન શિવ પર એમની પાંદળીઓને ચઢાવાય છે કારણકે માતા પાર્વતીના રૂપ પાંદળીઓમાં હોય છે. 
ઘણી જગ્યા એવું પણ વર્ણન છે કે જો બિલિના ઝાડને તમે સાચા મનથી અડો તો બધા રોગો અને પાપથી છુટકારો મળી જાય છે. 
 

બિલીપત્રના વૈજ્ઞાનિક લાભ 
 
શાસ્ત્રો અને આયુર્વેદ મુજબ બિલીપત્રમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. એમની ત્રણ પાંદળીઓ સત્વ રજસ અને તમસના પ્રતીક હોય છે. સત્વ એટલે સકારાત્મક ઉર્જા  તમસ એટલે કે નકારાત્મક ઉર્જા હોય છે . વચ્ચેની પાંદળી રજસના પ્રતીક હોય છે જે ન્યૂટ્રલ ઉર્જાને દર્શાવે છે. 
બિલીના  મૂળ, છાલ, પાંદળીઓ, ફળ એટલે દરેક ભાગ ઘણા રોગો માટે લાભકારી છે. એના ઉપયોગથી મસૂઢામાંથી નીકળતા લોહીની સમસ્યા, ઝાડા, અસ્થમા કમળો લોહીની ઉણપ વગેરે યોગ્ય થઈ જાય છે.  ટૂંકમાં હિંદૂ ધર્મમાં બિલિનું ઝાડ દરેક રીતે લાભકારી હોય છે.