શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : ગુરુવાર, 28 જુલાઈ 2016 (16:52 IST)

શું છે શિવલિંગ પર દૂધ ચઢાવવા પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

આપણી પરંપરાઓના પાછળ ઘણા બધા વૈજ્ઞાનિક કારણો  છિપાયેલા છે જેણે આપણે જાણતા નથી  કારણ કે એનું શિક્ષણ આપણને ક્યારેય આપ્યુ નથી. ભગવાન શિવને શ્રાવણના મહીનામાં હજારો ટન દૂધ  એવુ વિચારીને ચઢાવવામાં આવે છે કે તેઓ આપણા પર પ્રસન્ન થશે અને આપણને ઉન્નતીનો માર્ગ બતાવશે, પણ શ્રાવણ માસમાં શિવલિંગ પર દૂધ ચઢાવવા પાછળનું શું કારણ છે એ આજે અમે તમને જણાવીશુ..  
ભગવાન શિવ જ એકમાત્ર એવા ભગવાન છે જેમના પર  દૂધ ચઢાવાય છે. શિવ ભગવાન બીજાના કલ્યાણ માટે ઝેરી દૂધ પણ પી શકે છે. શિવજી સંહારકર્તા છે આથી .  મતલબ જે વસ્તુઓથી આપણા પ્રાણોનો નાશ થાય છે અર્થાત  જે ઝેરીલુ  છે, એ બધું શિવજીને ભોગ લગાવવામાં આવે છે.  

 
જૂના જમાનામાં જ્યારે શ્રાવણ માસમાં દરેક જગ્યા શિવરાત્રિ પર દૂધ ચઢતુ તો  લોકો સમજી જતા કે  આ મહીનામાં દૂધ ઝેર સમાન છે અને એ દૂધ આથી ત્યજી દે છે કે ક્યાંક એમને  રોગ ન ઘેરી લે. 
જો આયુર્વેદની  નજરથી જોવામાં આવે  તો શ્રાવણમાં દૂધ કે દૂધ થી બનેલા ખાદ્ય પદાર્થોનું  સેવન ન કરવું જોઈએ. એમાં વાતનો રોગ સૌથી વધુ થાય છે. શરીરમાં વાત-પિત્ત કફ એના અસંતુલનથી બીમારીઓ જન્મે છે. 
 
કારણકે શ્રાવણ ઋતુ પરિવર્તનના કારણે શરીરમાં વાત વધે છે. ત્યારે આપણા પુરાણોમાં શ્રાવણના સમયમાં શિવને દૂધ અર્પિત કરવાની પ્રથા બનાવી હતી. કારણકે શ્રાવણમાં ગાય કે ભેંસ ઘાસ સાથે ઘણા કીટકોનું પણ સેવન કરે છે જે દૂધને હાનિકારક બનાવે છે આથી શ્રાવણ માસમાં દૂધનું સેવન ન કરતા એને શિવને અર્પિત કરવાનું વિધાન બનાવ્યું છે.