શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By

શ્રાવણ સોમવારનો વિશેષ ઉપાય- ભૂમિ અને ભવનના માલિક બનો.

શ્રાવણ સોમવારના વિશેષ ઉપાય દ્વારા ભૂમિ અને ભવનના માલિક બનો.

ચંદ્રને  ભગવાન શંકરના માથામાં ધારણ કરાય છે. પ્રજા પિતામહ બ્રહ્માએ ચંદ્ર દેવને બીયણ, ઔષધી ,જળ અને બ્રાહમણોનો રાજા બનાવ્યા. ચંદ્ર દેવ મનના કારક છે. નવગ્રહોમાં એનુ બીજુ સ્થાન છે. ચંદ્રમાની પ્રતિકૂળતાથી ભૌતિક રૂપથી મનુષ્યને માનસિક કષ્ટ અને શ્વાસ વગેરેના રોગ થઈ જાય છે. શુભ ચંદ્ર માણસને ધનવાન બનાવે છે. સુખ અને શાંતિ આપે છે. ભૂમિ અને ભવનના માલિક ચંદ્રમાથી ચતુર્થમાં શુભ ગ્રહ થતાં ઘર સંબંધી શુભ ફળ મળે છે. 
 
1 સવારે ઉઠતા જ માતાના ચરણ સ્પર્શ કરવા. 
 
2. સોમવારે વિશેષ રૂપથી ભગવાન શિવની પૂજા અર્ચના કરો. 
 
3. સોમવારે ઉપવાસ કરો. 
 
4. પાણી કે દૂધને સાફ પાત્રમાં માથા પાસે રાખી ઉંઘવુ અને સવારે શુદ્ધ થઈ કોઈ ઝાડની જડમાં નાખી દો. 
 
5. ચોખા, સફેદ કપડા, શંખ, વંશપાત્ર, સફેદ ચંદન, શ્વેત પુષ્પ, બિલીપત્ર દહીં અને મોતી દાન કરો. 
 
6. શ્રી મહાભારતમાં લખ્યું છે કે પૂર્ણિમાના દિવસે તાંબાના વાસણમાં મધમિંશ્રિત પકવાનને જો ચંદ્ર દેવતાને અર્પિત કરાય તો ચંદ્ર દેવતાને શાંતિ મળે છે અને સાથે સાથે આદિત્ય , વિશ્વદેવ મરૂદ્રણ વાયુદેવ અને અશ્વિનીકુમાર પણ પ્રસન્ન અને તૃપ્ત થાય છે.