શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : શનિવાર, 9 માર્ચ 2024 (10:04 IST)

Shiva Rudrabhishek - શિવલિંગ પર આ રીતે કરશો રુદ્રાભિષેક તો તમારા જીવનની દરેક અડચણો થશે દૂર

shiv
ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માટે રુદ્ર અવતારનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. 
 
એવુ કહેવાય છે કે શિવલિંગ પર રુદ્રાભિષેકથી શિવ અત્યંત પ્રસન્ન થાય છે. એવુ માનવામાં આવે છે કે શિવ પર રુદ્રાભિષેક દ્વારા બધા દેવોની કૃપા મેળવી શકાય છે. 
 
આ અભિષેકને વિશેષ કરીને શિવરાત્રી કે સોમવારના દિવસે કરવામાં આવે છે. આ અભિષેક ગાયના દૂધ કે અન્ય દૂધ મિક્સ કરીને કરવામાં આવે છે.  તેમા પંચામૃત મિક્સ કરીને શિવલિંગનો રૂદ્રાભિષેક કરવામાં આવે છે. આવુ કરવાથી કાલસર્પ યોગ, ગૃહક્લેશ, વેપારમાં નુકશાન જેવા બધા અવરોધો દૂર થઈ જાય છે. 
 
આ ઉપરાંત દહીથી શિવનો રુદ્રાભિષેક કરવાથી વાહનની સમસ્યા ખતમ થઈ જાય છે. જો શિવ પર શેરડીના રસથી અભિષેક કરશો તો તેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. 
 
મોક્ષ મેળવવા માટે શિવના શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. દૂધથી અભિષેક કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે.