અમૃત પીએ તે દેવ, ઝેર પીએ તે દેવાધિદેવ મહાદેવ
સર્વ દુઃખો અને પાપોનો નાશ કરનાર દેવાધિદેવ મહાદેવ છે. ભોળાનાથનું ધ્યાહન, તપ, જપ, પૂજન - અર્ચન કરવાથી મન વાંચ્છિ ત ફળ મળે છે. શિવજી સકલ સૃષ્ટિનું કલ્યાાણ કરનારા દેવ છે. જેમના મસ્ત ક પર જ્ઞાન-ગંગા વહે છે, ચારિત્ર્યના ઉચ્ચષ શિખર કૈલાશ પર જે બિરાજમાન છે. ભષ્માને જે વૈભવ સમજે છે. સજ્જનોનું રક્ષણ અને દુર્જનોનો સંહાર કરે છે, કામનાના વિષ એવા કામદેવને ભષ્મ કરનાર, મસ્ત્ક પર બીજનો ચંદ્રધારણ કરનારા શિવ સૃષ્ટિના કલ્યા ણ અને જ્ઞાનના મૂર્તિમંત સ્વમરૂપ છે. આ સૃષ્ટિના કલ્યારણને માટે જેમણે હળાહળ વિષ ધારણ કર્યુ, તેથી નીલકંઠ કહેવાયા. શિવજી સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અને સંહારનાર દેવ છે. ‘ૐ નમઃ શિવાય' મંત્રનો સતત જાપ કરવાથી ત્રણે તાપો આધી, વ્યાપધિ, ઉપાધિથી ભકતોને બચાવે છે. તેમની ભકિત કરવાથી જ આ જીવ શિવને મળે છે.
ભોળાનાથે પોતાના મસ્તવક પર જ્ઞાન - ગંગા ધારણ કરેલ છે. કૈલાશ પર્વત પર બિરાજમાન શિવજી કહે છે જીવનની ઉપર ઉઠયા વગર શિવતત્વતને પામી શકાતું નથી. ભોલેનાથ ત્રિનેત્ર છે ત્રીજી આંખ ખોલીને તેમણે કામને ભષ્મિ કર્યો, કામ બળ્યાધ પછી ભકતને કર્મો બાધક બનતા નથી. તેઓ દિગંબર છે. ફકત વાઘ ચર્મ ધારણ કરે છે. સમગ્ર સૃષ્ટિને ઢાંકનારને વળી આવરણ શાનું? તેઓ વિશ્વનાથ હોવા છતા વિરકત છે. ભગવાન ભોળાનાથ ત્રિશુળ દ્વારા સજ્જનોનું રક્ષણ અને રાક્ષસોનો સંહાર કરે છે. ગળે સર્પો ધારણ કરી કહે છે કે જગતના વિષયો ઉપર જે કાબુ મેળવશે તે જ શિવતત્વ ને પામી શકશે. જગત કલ્યાણણ કાજે હળાહળ વિષ ધારણ કરનારા નિલકંઠ છે. અમૃત પીએ તે દેવ અને ઝેર પીએ તે મહાદેવ. શિવ મસ્તક પર બીજનો ચંદ્ર ધારણ કરે છે. સાચા કર્મયોગીને ભગવાન પોતાના મસ્તાક પર ધારણ કરે છે. શિવ મંદિરમાં પ્રવેશતા પહેલા નંદી અને કાચબાને નમસ્કાાર કરવાના હોય છે. કાચબોએ ઈન્દ્રિ ય સંયમનું પ્રતિક છે. ઈન્દ્રિગયોનો જે ગુલામ બને તે જ કલ્યાાણને પામી શકે. પ્રભુનો જે બને તે પોઠીયો પણ પૂજાય છે. શિવજીએ વિષ ધારણ કર્યુ તેથી તેના પર જળ ચઢાવવામાં આવે છે. જલાધારીમાંથી શિવલીંગ પર સતત પાણી ટપકે છે, તે ભાવની ભીનાશ સૂચવે છે.
વિષ્ણુવ શિવ ભકત છે અને શિવ વિષ્ણુજ ભકત છે. એકબીજાની ભકિત કરી ત્યા ગનો મહિમા સૂચવે છે. વિષ્ણુે દરરોજ હજાર સુવર્ણ કમળથી શિવજીની પૂજા - આરાધના કરે એકવાર શીવજીને કસોટી કરવાનું મન થયું હજાર કમળમાંથી એક કમળ દૂર કર્યુ. જો એક કમળ ઓછુ થાય તો શિવજીની આરાધના અધુરી રહે પણ વિષ્ણું શિવજીના સાચા ભકત છે. તેથી વિષ્ણુનએ હજારમાં કમળ તરીકે પોતાની આંખનું નેત્રકમળ શિવજીના ચરણમાં અર્પણ કરી દીધું. વિષ્ણુથ શિવજીના આવા મહાન ભકત છે.
શિવજી પણ વિષ્ણુી ભકત છે. ત્રેતાયુગમાં જગદંબા ભવાની સાથે અગસ્ય્ા મ ઋષિના આશ્રમમાં કુંબજ ઋષિ પાસેથી રામકથા સાંભળી છે. રામકથા સાંભળી દંડકારણ્યભમાંથી પસાર થતા સીતાજીની શોધમાં દુઃખી પ્રભુ રામને જોયા, પોતાના પ્રભુના દર્શન પામીને ‘સચ્ચિમદાનંદ તમારો જય હો' તેમ કહીને નમસ્કા ર કર્યા. રામ ખરેખર બ્રહ્મ છે. તેમા સતીને શંકા ઉપજી. રામ સત્ હોય તો વ્યાનપક હોય, અને વ્યાકપકને વિયોગ કોનો ? વિદ્ હોય તો સર્વજ્ઞ હોય તો શું એને ખબર નહીં હોય કે સીતાજી કયા છે? પશુ-પક્ષીઓને શુ કામ પૂછે ? આનંદ સ્વરૂપ હોય તો પત્નિ્ની યાદમાં શું કામ રડે? શિવજી કહે છે તમારા મનમાં સંદેહ હોય તો પરીક્ષા કરી જુઓ, સતીએ સીતાનું રૂપ લીધુ છે રામની સામે જાય છે પણ રામ જગદંબા ભવાનીને ઓળખી પ્રણામ કરે છે. શિવજી પૂછે છે કેવી રીતે પરીક્ષા કરી ? સતી ખોટુ બોલ્યાા છે. કોઈ પરીક્ષા લીધી નથી. સતીએ સીતાનું રૂપ લીધા પછી શિવજી મનોમન સંકલ્પ કરે છે કે તેની સાથે ગૃહસ્થક ધર્મનો અંત આવે છે. ભગવાન વિષ્ણુ માટે શિવજી સતીનો ત્યા્ગ કરે છે. ભગવાન શિવ વિષ્ણુ્ના મહાન ભકત છે.
શિવજી એકમાત્ર એવા દેવ છે, જેને લીંગના રૂપમાં પૂજવામાં આવે છે. શિવજીએ કયારેય અવતાર લીધો નથી. શિવજી કાળના પણ કાળ છે. તેથી સાક્ષાત મહાકાળ છે. તે જીવન - મૃત્યુરથી પર છે. તે એકમાત્ર પરબ્રમ છે. માટે તેમનું શિવલીંગ ખારા પૂજન કરવામાં આવે છે. શિવજીને બિલીપત્ર ચડાવવામાં આવે છે. બિલીપત્રનું ધાર્મિક મહત્વપ તો છે જ પણ તેને ખાવામાં આવે તો મધુપ્રમેહના દર્દીઓને વિશેષ લાભ થાય છે. ઉપરાંત દિલ અને દિમાગ પણ સ્વોસ્થે રાખે છે. પૃથ્વીત પર રૂદ્રાક્ષના સ્વદરૂપે શિવતત્વ બિરાજે છે.
ચાલો, આપણે પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથની ભકિતમાં લીન થઈએ. શિવભકિત દ્વારા ધર્મ, અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિપ થાય છે. તેમની ભકિતથી સમગ્ર સૃષ્ટિના કલ્યા ણના શુભાશિષ મળે છે. ઘરમાં શાંતિ રહે છે, વિવિધ કામનાઓની પૂર્થિ થાય છે.