શનિવાર, 22 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. મંડી
  4. »
  5. રમત વિશે લેખ
Written By ગજેન્દ્ર પરમાર|

સાનિયા મિર્ઝાને કઈ કહેવા માંગો છો?

NDN.D

સાનિયા મિર્ઝા તાજેતરમાં વિમ્બલડન મહિલા એકલ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.જેનાથી તેના ચાહકોમાં ભારે નિરાશા પ્રવર્તી છે. દિવસે દિવસે સાનિયા મિર્ઝા તેના શાનદાર ફોર્મમાંથી બહાર આવી રહી છે. જે સાનિયા અને દેશ માટે હિતાવહ નથી.

સાનિયા મિર્ઝા દસ જુલાઈના રોજ તેના બચપણના મિત્ર સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરવા જઈ છે, તેમજ સાનિયાના લગ્ન એક-બે મહિનામાં થઈ જાય તેવી વકી છે. હાલમાં સાનિયા તેના લગ્નના કાર્યમાં વ્યસ્ત હોવાથી તેના પ્રદર્શન પર અસર પડી હોય એવું કહી શકાય.

બીજી બાજુ કાંડામાં પહોચેલી ગંભીર ઈજાના બાદથી સાનિયા મિર્ઝાના પ્રદર્શન પર નકારાત્મક અસર પડી છે. એક વર્ષ પહેલા આ હૈદરાબાદી ટેનિસ સ્ટાર રૈકિંગ 27 સુધી પહોંચી ગઈ હતી. પરંતુ કાંડાની ઈજાના બાદ તે સતત પાછળ જઈ રહી છે. સાનિયાએ ઈજાના કારણે જ અમેરિકી ઓપનમાં ભાગ લીધો ન હતો. અને હાલમાં તે તેના વિવાહની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

શું સાનિયા તેના લગ્નને લઈને નરવસ છે કે પછી કાંડામાં પહોચેલ ઈજા બાદ તે પહેલા જેવું પ્રદર્શન કરવામાં સમર્થ નથી. સાનિયા આંતરાષ્ટ્રીય ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે ત્યારે તેણે પોતાના વ્યક્તિગત જીવનમાંથી બહાર આવી જઈને પોતાના ભૂતકાળના ધુવાધાર પ્રદર્શનને ફરી જીવંત કરવાની જરૂર છે. હજી વિમ્બલડન ટેનિસ સ્પર્ધાના ડબલ મુકાબલા માટે ભારતીય ટેનિસ ચાહકોએ સાનિયા મિર્ઝા પર આશા બાંધી રાખી છે, માટે સાનિયા સારૂ પ્રદર્શન કરવા બંધાયેલી છે.