Last Modified: લિનારેસ. , શુક્રવાર, 6 માર્ચ 2009 (11:37 IST)
આનંદ ફરી ડ્રો રમી ચોથા સ્થાને
વિશ્વ ચૈમ્પિયન વિશ્વનાથન આનંદ સતત છઠ્ઠી મેચ ડ્રો રમવાની સાથે લિનારેસ શતરંજ ટૂર્નામેંટના 12માં રાઉંડ બાદ સંયુક્ત ચોથા સ્થાન પર ખસકી ગયા છે. તેમણે ઉક્રેનના વૈસિલી ઈવાંચુક સાથે ડ્રો રમી છે.
ટુર્નામેંટના બદ બે રાઉંડ બાકી છે, નાર્વેના મેગ્નસ કાર્લસને રૂસના એલેક્જેંડર ગ્રિસચુકને હાર આપી. બારમાં રાઉન્ડ બાદ ગ્રિસચુક સાત અંકથી એકલ બઢત બનાવી રાખી છે. કાર્લસન અને ઈવાંચુક તેમનાથી અડધા અંક પાછળ છે જ્યારે આનંદ છ અંક સાથે ચોથા સ્થાન પર છે. તેમની સાથે આર્મેનિયાના લેવોન આરોનિયન છે જેમણે ચીનના વાંગ યૂની સાથે ડ્રો રમી.