સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By દેવાંગ મેવાડા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (19:45 IST)

ઓલમ્પિક શિબીરમાંથી 12 પહેલવાનોની હકાલપટ્ટી

નવી દિલ્હી. ભારતીય કુશ્તી મહાસંઘ દ્વારા અનુશાસનનુ પાલન નહીં કરનાર પહેલવાનો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. પટિયાલાના રાષ્ટ્રીય ક્રિડા સંસ્થાનમાં બીજીંગ ઓલમ્પિક માટે ચાલી રહેલા પ્રશિક્ષણ શિબીરમાંથી અનુશાસનનો ભંગ કરનારા એક ડઝન પહેલવાન તથા બે કોચની હકાલપટ્ટી કરવામાં આવી છે.

ભારતીય કુશ્તી સંઘના મિડીયા મેનેજર ખલીફા જસરામે જણાવ્યુ હતુ કે, સરકાર લાખો રૂપિયાનો ધૂમાડો કરીને બીજીંગ ઓલમ્પિક માટે પહેલવાનોને તૈયાર કરી રહી છે. પરંતુ કેટલાક કુશ્તીબાજોને પોતાની જવાબદારીનુ ભાન નથી. કેટલાક પહેલવાનો કુશ્તીના પ્રશિક્ષણ શિબીરમાં ભાગ લેતા નથી અને કોઈ પણ જાતની પૂર્વ સૂચના સિવાય અન્ય સ્થળે કુશ્તીની રમતોમાં ભાગ લઈ રહ્યા છે. જેને કારણે સંઘ દ્વારા એક ડઝન કુશ્તીબાજોની હકાલપટ્ટી કરવામાં આવી છે.