Last Modified: લંડન , બુધવાર, 30 ડિસેમ્બર 2009 (17:56 IST)
રાષ્ટ્રમંડળ રમતોમાં શામેલ થશે ઈંગ્લેન્ડ
આંતકી હુમલાના ડરથી ઈંગ્લેન્ડના 2010 રાષ્ટ્રમંડળ રમતોથી હટવાનો દાવો કરનારા રિપોર્ટ બાદ આ દેશના અધિકારીઓએ કહ્યું છે કે, બ્રિટેનની ટીમ નિશ્વિત રીતે આ રમતમાં ભાગ લેવા માટે ભારતનો પ્રવાસ કરશે. ઈંગ્લેન્ડના સ્પર્ધામાં ભાગ ન લેવાના રિપોર્ટનું ખંડન કરતા ટીમના મહાપ્રબંધક આન હોગબિને કહ્યું કે, અધિકારીઓએ તેમને ભારતની યાત્રા કરવા વિરુદ્ધ સલાહ આપી નથી.
ધિ ડેલી ટેલીગ્રાફના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈંગ્લેન્ડ પોતાના એથલીટોને આંતકી હુમલાનો શિકાર બનાવાના ડરના કારણે આગામી વર્ષના રાષ્ટ્રમંડળ રમતોથી હટવાનું વિચારી રહ્યું છે.
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, મેટ્રોપોલિટન પોલીસ આયુક્ત સર પાલ સ્ટીફેનસન આ માસની શરૂઆતમાં ભારતની રાજધાની દિલ્હીના પ્રવાસ પર ગયાં હતાં અને તેમને સુરક્ષા બંદોબસ્ત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી.