Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 23 ડિસેમ્બર 2011 (16:08 IST)
2011ની અન્ય રમતોમાં ફોર્મુલા-1 રેસ ફેવરિટ બની
P.R
આ ભારતમાં વર્ષે ક્રિકેટ સિવાય અન્ય રમતોએ પણ લોકનું ધ્યાન ખેચ્યું હતુ જેમાં આ વર્ષે ગ્રેટર નોઈડામાં યોજાયેલી ભારતની પહેલી ફોર્મુલા-1 રેસ અને ફેબ્રુઆરીમાં યોજાનારી અત્યાર સુધીની સૌથી વધુ ઈનામ ધરાવતી વર્લ્ડ હોકી સિરીઝનો સમાવેશ થાય છે.
આ વર્ષ ભારતનાં લોકોએ ક્રિકેટ કરતા F1માં વધુ રસ દાખવ્યો હતો. જો કે, ભારતમાં ક્રિકેટને ધર્મ તરીકે મેનવામાં આવે છે અને બીસીસીઆઈ ટુંકા ફોર્મેટનમાં દર વર્ષે આઈપીએલનું આયોજન પણ કરે છે. શરૂઆતનાં સમયમાં જ્યારે આઈપીએલ ભારતમાં રમાઈ હતી ત્યારે લોકોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી હતી પરંતુ ધીરેધીરે આઈપીએલની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
તો આ વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી ગ્રાન્ડ પ્રિક્સમાં ક્રિકેટ ક્રેઝી ગણવામાં આવતા ભારત દેશનાં લોકોએ રુચી લીધી હતી અને બુધ્ધા સર્કિટ ખાતે એક લાખ લોકોનો મેળો જામ્યો હતો. મજેદાર વાત તો એ છે કે, ઓક્ટોબરમાં આ સાથે ભારત અને ઈંગલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ પણ હતી છતા પણ ગ્રાન્ડ પ્રિક્સની રેસ દુનિયામાં સૌથી વધુ લોકોએ નિહાળી હતી.