1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2023 (11:53 IST)

ભાવિના, સોનલ તથા જશવંતે ઇજિપ્ત પેરા ઓપન 2023 માં લહેરાવ્યો પરચમ

દેશની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલે ઇજિપ્ત ITTF પેરા ઓપન 2023માં ભારત માટે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. અમદાવાદની વતની સોનલ પટેલે પણ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) ની પેરા પેડલર ભાવનાએ સિંગલ ઈવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ, જશવંત ચૌધરી સાથે મિક્સ ડબલ્સ ઈવેન્ટમાં બીજો ગોલ્ડ મેડલ અને સોનલ પટેલ સાથે મિક્સ ડબલ્સ મહિલા કેટેગરીમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. .
 
ESICના અધિક કમિશનર કમ પ્રાદેશિક નિયામક રત્નેશકુમાર ગૌતમે તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તેમણે ફરી એકવાર દેશ અને ESIનું નામ રોશન કર્યું છે. ભાવના પટેલ ઇજિપ્ત પેરા ઓપન 2023માં ત્રણ ટાઇટલ સાથે સૌથી સફળ પેરા પ્લેયર તરીકે ઉભરી આવી છે. 
 
27 ફેબ્રુઆરી, સોમવારે ગીઝા (ઇજિપ્ત)માં ટુર્નામેન્ટ સમાપ્ત થઈ. અગાઉ ભાવિના ટોક્યો-2020 પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. આ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ ભારત માટે 14 મેડલ જીત્યા હતા.