શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 એપ્રિલ 2018 (14:33 IST)

CWG 2018: 5માં દિવસે ભારતને 5 મેડલ, શૂટિંગ અને વેટલિફ્ટિંગમાં મચાવી ધમાલ

21માં રાષ્ટ્રમંડળમાં રમતના પાંચમા દિવએ ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી કુલ 5 મેડલ પ્રાપ્ત કર્યા છે. જ્યાર પછી ભારતના કુલ મેડલોની સંખ્યા 17 થઈ ગઈ છે. જેમા 8 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોંઝનો સમાવેશ છે.  પાંચમાં દિવસે અત્યાર સુધી નિશાનેબાજી અને ભારોત્તલનમાં જ મેડળ મળ્યા છે.  આજે આપણા નિશાનેબાજે કમાલનુ પ્રદર્શન કર્યુ અને 5માંથી 4 મેડલ ભારતને આપ્યા.   આવો અત્યાર સુધી બધા પદકો અને વિજયી ખેલાડીઓ પર એક નજર નાખીએ..  
 

દિવસનો સૌથી પહેલો મેડલ સિલ્વરના રૂપમાં મ્ળ્યો. પુરૂષોના 105 ભારોત્તલ વર્ગમાં પ્રદીપ સિંહે સ્નૈચમાં 152 નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો. તો બીજી બાજુ ક્લીન એંડ જર્કમાં 200નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો. પ્રદીપે કુલ 352નો સ્કોર કર્યો. જો કે તે સુવર્ણની દોડમાં હતો. પણ અંતિમ બે પ્રયાસ નિષ્ફળ રહ્યા પછી તેમને સમોઆના સોનેલે માઓના હાથે હાર મળી. 
 
પ્રદીપ પછી ભારતીય શૂટરોએ ભારતને પદક ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચાડ્યુ. પુરૂષોની 10 મીટર એયર પિસ્તર્લ સ્પર્ધામાં જીતૂ રાયે ગોલ્ડ અને ઓમ મિથરવાલે બ્રોંઝ પર નિશાન સાધ્યુ. જીતુએ આ સ્પર્ધામાં કૉમનવેલ્થ રેકોર્ડ પણ પોતાને નામે કર્યો. જીતૂએ ફાઈનલમાં કુલ 235.1 અને મિથરવાલે કુલ 214.3 અંક મેળવ્યા. 
 
પુરૂષો પછી મહિલા શૂટર્સે પણ પદક મેળવ્યા. 10 મીટર એયર રાઈફલ સ્પર્ધામાં મેહુલી ઘોષને રજત અને અપૂર્વી ચંદેલાને કાંસ્ય મળ્યો. મેહૂલીને શૂટ ઓફમાં સિંગાપુરની માર્ટિના લિંડસે વેલોસોના હાથે હાર મળી. 
 
ફાઈનલમાં બંનેનો સ્કોર 247.2 હતો. પણ શૂટ ઓફમાં મેહુલીએ 9.9 અને માર્ટિનાને 10.3 અંક પ્રાપ્ત થયા. મેહુલી અને માર્ટિના બંનેયે આ સ્પર્ધામાં રાષ્ટ્રમંડળ રમતનો રેકોર્ડ તોડ્યો છે. અપૂર્વીએ કુલ 225.3 અંક મેળવીને કાંસ્ય પદક પર કબજો કર્યો.