શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (14:47 IST)

પ્રો કબ્બડી ફેનફેસ્ટમાં ‘છોગાળા’ સિંગર દર્શન રાવલે દર્શકોને ડોલાવ્યા

વીવો પ્રો કબ્બડી લીગ અમદાવાદમાં તેના ચાહકો માટે સૌ પ્રથમ વખત મનોરંજનનો અનોખો ઉત્સવ પ્લેઓફ્ફ ફેનફેસ્ટ લઈને આવ્યું છે. આ પ્રસંગે સ્થાનિક કલાકાર દર્શન રાવલે લાઈવ  કોન્સર્ટ રજૂ કરીને તેના ચાહકો માટે મનગમતાં ગીતો રજૂ કર્યા હતા. પ્રો કબ્બડીના ચાહકોએ સ્વાદિષ્ટ ભોજન માણ્યું હતું અને કબ્બડીની બે મેચ  નિહાળી હતી.
લાઈવ કોન્સર્ટને કારણે ચાહકોમાં ઉત્સાહનું વાતાવરણ ઉભુ થયું હતું અને અત્યંત કપરી ગણાતી તથા ખૂબ જ રોમાંચક સ્પર્ધાની શરૂઆતમાં રોમાંચ ઉભો કર્યો હતો. પ્રથમ એલિમિનેટર મેચમાં યોધ્ધા ભૂતપૂર્વ ચેમ્પિયન બેંગ્લુરૂ બુલ્સ સાથે ટકરાયા હતા. તે પછી બીજી એલિમિનેટર મેચમાં હરિયાણા સિલર્સ અને યુ મુમ્બા વચ્ચે મુકાબલો થયો હતો. બંનેમાંથી જે જીતશે તે અનુક્રમે દબંગ દિલ્હી કેસી અને  બેંગ્લુરૂ વોરિયર્સ સાથે ટકરાશે.
એકા અરેના ટ્રાન્સસ્ટેડીયા સાથે અમદાવાદી ચાહકોની ઉર્જાનું સ્તર ખૂબ જ ઉંચુ જણાતું હતું. આ પ્રસંગે એવોર્ડ વિજેતા ગાયક દર્શન રાવલે બોલીવુડના કેટલાક લોકપ્રિય ગીતો ગાયા હતા અને દર્શકો પણ તેમની સાથે ગાતા રહ્યા હતા. તેમણે છોગાળા, કમરીયા અને અન્ય ઘણાં લોકપ્રિય ગીતો ગાઈને લોકોની ચાહના મેળવી હતી.
 
ઈકા અરેના ટ્રાન્સસ્ટેડીયા ખાતે યોજાયેલ વીવો પ્રો કબ્બડી લીગ ફેનફેસ્ટમાં યુપી યોધ્ધા અને બેંગલૂરૂ બુલ્સ તથા તે પછી હરિયાણા સિલર્સ અને યુ મુમ્બા વચ્ચે યોજાયેલી એલિમિનેટર મેચ પહેલાં લોકપ્રિય ગીતો ગાઈને લોકોને મનોરંજન કરાવ્યું હતું.