ડાંગની આદિવાસી યુવતી કુ.સરિતા એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

શુક્રવાર, 6 જુલાઈ 2018 (16:07 IST)

Widgets Magazine
sarit gaikwad

આગામી તા.૧૮ ઓગષ્ટ, ૨૦૧૮ થી રજી સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની આદિવાસી યુવતિ કુ.સરિતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી થતાં તેણીએ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. કુ.સરિતા ગાયકવાડના ગામ એવા કરાડીઆંબા સહિત ગુજરાત અને દેશભરમાંથી સરિતા ગાયકવાડને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
 
૪/૪૦૦ મીટર રીલેદોડમાં કુ.સરિતા ગાયકવાડ સાથે ભારતની દોડવીરો એવી એમ.આર.પુવમ્મા, સોન્યા વૈશ્ય, વિજયાકુમારી, વી.કે.વિસ્મયા અને જીસ્ના મેથ્યુની પણ પસંદગી થવા પામી છે. જે પૈકી સ્પર્ધાની અંતિમ ક્ષણે ઇન ફૉર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવશે.
 
૫૮મી ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ૫૮:૦૧ સેકન્ડ સાથે ગુજરાત માટે બ્રોન્ઝ મૅડલ મેળવનારી ડાંગની દીકરી કુ.સરિતા ગાયકવાડ આગામી તા.૯મી જુલાઇથી પોલેન્ડ (યુરોપ) ખાતે એશિયન ગેમ્સની ઘનિષ્ઠ તાલીમ માટે જઇ રહી છે. જ્યાંથી તે સીધી ઇન્ડોનેશિયા માટે ઉડાન ભરી, જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં કરશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે સંપન્ન થયેલી ૫૮મી નેશનલ ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બાદ, ગત તા.૩૦મી જુન, ૨૦૧૮નાં રોજ ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ સ્પર્ધા સહિત નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઇને, ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને જકાર્તા માટેની
ટીકીટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કુ.સરિતા ગાયકવાડે આ નેશનલ કેમ્પમાં સફળતાપૂર્વક ભાગ લઇ, ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઇન્ડોનેશિયા એશિયન ગેમ્સ ભારતનું પ્રતિનિધિત્વ Indoneshiya Sarita Gayakwad News Of Gujarat

Loading comments ...

રમત

news

નેમારને રીયાલ મૈડ્રિડ તરફથી મળી કરોડોની ઓફર ? જાણો શુ છે હકીકત

રીયાલ મૈડ્રિડે આ સમાચારોનુ ખંડન કર્યુ છે કે તેણે પેરિસ સેંટ જર્મન પાસેથી નેમારને ખરીદવા ...

news

FIFA WC 2018: રૂસનો મોટો ઉલટફેર, પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 4-3થી હરાવ્યુ

ફીફા વિશ્વ કપના 21માં સંસ્કરણમાં ઉલટફેરની પ્રક્રિયા ચાલુ છે. મેજબાન રૂસે લુજ્નિકી ...

news

ટીવી અભિનેત્રી રેચલે કર્યો ખુલાસો, ઈગ્લેંડ ફીફા વિશ્વકપ જીતશે તો કપડાં ઉતારી નાખીશ

ઈગ્લેંડની જાણીતી ટીવી એંકર રેચલ રિલેએ કહ્યુ છે કે જો ફીફા વિશ્વ કપ દરમિયાન ઈગ્લેંડ ફુટબોલ ...

news

ખેલો ઈન્ડીયા (દિવ્યાંગ) નેશનલ ચેમ્પીયનશીપનું ગાંધીનગર, ગુજરાત ખાતે આયોજન

મિનીસ્ટ્રી યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ખેલો ઈન્ડીયા નોર્મલ રમતોવીરો માટે આયોજન થયું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine