શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2023 (11:19 IST)

Player Death : અકસ્માત: ભારતના આ ખેલાડીનું મોત

car accident
Player Death :  ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતના કાર એક્સીડેંટ પછી બધા લોકો શોકમાં ચ્ઘે. દિલ્હીથી પોતાના ઘરે રૂડકી જત અથયેલ તેમની કાર સાથે એક દર્દનાક અકસ્માત થયો અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.  હવે વધુ એક ખેલાડીના ખૂબ જ ખરાબ સમાચાર સમએ4 આવ્યા. ભારતના આ ખેલાડીનુ કાર અકસ્માતમાં મોત થયુ છે. 

 
 ભારતના જાણીતા રેસર કેઈ કુમારની એમઆરએફ એમએમએસસી એફએમએસસીઆઈ ભારતીય રાષ્ટ્રીય કાર રેસિંગ ચેમ્પિયનશીપના બીજા રાઉંડ દરમિયાન મદ્રાસ ઈંટરનેશનલ સર્કિટ પર થય્હે દુર્ઘટનાને કારણે મોત થયુ. આ દુર્ઘટના એ સમયે થઈ જ્યારે કુમારની ગાડી સવારે સલોન કાર રેસ દરમિયાન બીજા પ્રતિદ્વંદીની કાર સાથે અથડાઈ ગઈ. કાર ટ્રેક પરથી છટકીને ઘેરા સાથે અથડાઈ અને પછી પલટી ખાઈ ગઈ. 

 સોશિયલ મીડિયા પર  કાર રેસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે કેઈ કુમાર સાથે સંબંધ હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેઈ કુમારની સફેદ કાર અચાનક ટ્રેક પરથી સાઈડ પર ઉતરી ગઈ.  અન્ય હરીફની કાર સાથે અથડાઈને પલટાઈ ગઈ.  થોડી જ મિનિટોમાં રેસ બંધ કરવામાં આવી અને કુમારને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો.
 
કુમારને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોના ઘણા પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહી. ટૂર્નામેન્ટના ચેરમેન વિકી ચંદોકે આ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કુમાર એક અનુભવી રેસર હતો. હું તેને ઘણા વર્ષોથી ઓળખતો હતો. એમએમએસસી અને સમગ્ર રેસિંગ વિશ્વ તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. દિવસની બાકીની રેસ કુમારના આદરના ચિહ્ન તરીકે રદ કરવામાં આવી હતી.