શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2023 (18:47 IST)

બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોએ ખોલ્યો નવો મોરચો, બોલ્યા - ગંગામાં ફેંકીશુ મેડલ

રેસલિંગ એસોસિએશનના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ હવે નવો મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે અમે ગંગા માને પવિત્ર માનીએ છીએ અને ગંગા કિનારે અમારા માટે મેડલ પણ પવિત્ર છે.

મેડલ એ અમારુ જીવન છે, અમારી આત્મા છે. તે ગંગામાં ધોવાઈ જશે પછી અમારા જીવનનો કોઈ અર્થ નહીં રહે. એટલા માટે અમે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસીશું. આજે સાંજે 6 વાગ્યે, અમે હરિદ્વારમાં ગંગામાં અમારા ચંદ્રકો વહાવી દઈશુ