ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (12:40 IST)

હાર્ટ અટેક પછી શ્રીદેવી બાથરૂમમાં જ પડી ગઈ હતી, પોસ્ટમોર્ટમ બાદ તેનો મૃતદેહ આજે ભારત લાવવામા આવશે

બોલિવુડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીએ 54 વર્ષની ઉંમરે જ નિધન થયુ છે. જેને કારણે બોલિવુડ સહિત દેશભરની દિગ્ગજ હસ્તીઓ તેમજ તેમના કરોડો ફેન્સ ચોંકી ગયા છે. આકસ્મિક નિધનથી દુખની લાગણી છવાઈ ગઈ છે. દૂબઈમાં એક લગ્નમાં હાજરી આપવા ગયેલી શ્રીદેવીને અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો અને તેના કારણે મોત થયુ હતું. પરંતુ આ સમાચાર બાદ તેમના અંધેરી સ્થિત ઘરમાં ફેન્સ ઉમટી પડ્યા છે. દૂબઈની હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેના બાદ તેમનો નશ્વર દેહ મોડી સાંજે મુંબઈ પહોંચશે. શ્રીદેવીનો નશ્વર દેહ પ્રાઈવેટ જેટથી મુંબઈ લાવવામાં આવશે. તેમના દેહનું પોસ્ટમોર્ટમ અને અન્ય ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ કપૂર પરિવાર જેટથી મુંબઈ પરત ફરશે. પ્રાઈવેટ જેટ અંદાજે 8 વાગ્યાની આસપાસ મુંબઈ પરત ફરશે.
શ્રીદેવીની મોટી દીકરી જ્હાન્વી કપૂર પણ સમાચાર મળતા તાત્કાલિક દૂબઈ જવા માટે રવાના થઈ ગઈ હતી. શ્રીદેવીના નશ્વર દેહને દૂબઈથી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. સૂત્રો કહે છે કે, સાંજ સુધી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શ્રીદેવીનું નિધન દૂબઈથી 120 કિલોમીટર દૂર રાસ અલ ખૈલામાં થયું હતું. તેમના મૃતદેહને રાસ અલ ખૈમાથી પહેલા દૂબઈ લાવવામાં આવ્યો હતો. જેના બાદ તેને ભારત લાવવા માટે રવાના કરાશે.
પહેલા સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આજે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંદીપ મારવાહના પુત્ર મોહિતના લગ્નમાં હાજરી આપવા માટે શ્રીદેવી દુબઈ ગઈ હતી. આખો પરિવાર ત્યાંથી પરત મુંબઈ ફર્યો હતો પરંતુ શ્રીદેવી દુબઈમાં શોપિંગ કરવા માટે રોકાઈ હતી.. ભાણેજના લગ્ન બાદશ્રીદેવી હોટલ આવી ગઈ હતી. હોટલના બાથરૂમમાં શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો ત્યાર બાદ તે બાથરૂમમાં જ પડી ગઈ હતી. હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ તેનું નિધન થયું હતું
A2 બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીએ 54 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. શ્રીદેવીએ શનિવાર મોડીરાતે દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતાં. ભત્રીજાના લગ્ન માટે દુબઈ પહોંચેલ શ્રીદેવીને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો અને તેનું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.