ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

જાણો દિલવાલે વિશે 20 રોચક માહિતીઓ

1. દિલવાલેમાં એકવાર ફરી શાહરૂખ અને કાજોલની જોડી જોવા મળશે. આ જોડીએ આજ સુધી એક પણ ફ્લોપ ફિલ્મ આપી નથી. 

2. કાજોલના પતિ અજય દેવગને  પણ દિલવાલે નામની એક ફિલ્મ કરી ચુક્યા છે જે 1994માં રજુ થઈ હતી. 

3. દિલવાલેની સ્ટોરી પર વધુ વાત નથી થઈ રહી. કહેવાય છે કે આ ચલતી કા નામ ગાડી અને હમ થી પ્રેરિત છે. 

4. 18 ડિસેમ્બરના રોજ દિલવાલે સામે સંજય લીલા ભંસાલીની બાજીરાવ મસ્તાની રજુ થઈ રહી છે. આ વર્ષ 2015ની સૌથી મોટી ટક્કર છે જેને લઈને બોલીવુડના લોકોના શ્વાસ થંભી ગયા છે. 
 



5. 2007માં પણ શાહરૂખ અને ભંસાલીની ફિલ્મ સામે સામે હતી. શાહરૂખની ઓમ શાંતિ ઓમે ભંસાલીની સાંવરિયાને ફ્લોપ કરી નાખી હતી. 

6. દિલવાલે રજુ થતા પહેલા જ નફાનો સોદો સાબિત કરી ચુકી  છે. સવાલ શાહરૂખની પ્રતિષ્ઠાનો છે. શુ ત્રણ સો કરોડ ક્લબમાં તેમની ફિલ્મ સામેલ થઈ શકશે. 

7. રેડ ચિલીજ ઈંટરટેનમેંટે ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ સોનીને 19 કરોડ રૂપિયામાં વેચ્યા છે જે એક રેકોર્ડ છે. 

8. ફિલ્મના સેટ પર શાહરૂખ સાયકલ પર ફરતા રહેતા હતા. એવુ કહેવાય છે કે રોહિત શેટ્ટીએ આ સાયકલ શાહરૂખને તેમના ઘૂંટણની સમસ્યામાં સુધાર માટે ભેટમાં આપી છે. 

 

9. દિલવાલે જ્યારે વરુણ ધવનને ઓફર થઈ હતો તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને વિશ્વાસ જ ન થયો કે તેઓ શાહરૂખ સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે.  જ્યારે તેમને આ સમાચાર પોતાની માતાને સંભળાવ્યા તો તેમની માતા બે મિનિટ સુધી ખુશીને કારણે કશુ બોલી જ ન શકી. 

10. શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ના અંતમા એક ટ્રેનવાળુ દ્રશ્ય છે. ફિલ્મ દિલવાલેમાં પણ કંઈક આવુ જ દ્રશ્ય છે. પણ તેના ડાયલોગ બિલકુલ જુદા જ રહેશે. આ ફિલ્મમાં ટ્રેનને પ્લેન સાથે રિપ્લેસ કરી દેવામાં આવી છે. 

11. દિલવાલેનુ પ્રથમ ગીત 18 નવેમ્બરના રોજ જાણીતા મરાઠા મંદિરમાં લોંચ થયુ. આ એ જ સિનેમાઘર છે જ્યા શાહરૂખ અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે લગભગ 20 વર્ષ સુધી રજુ કરવામાં આવી હતી. 

12. દિલવાલે માં શાહરૂખ-કાજોલની જોડી પર ફિલ્માવેલ રંગ દે તૂ.. ખરેખર એક સુંદર ગીત છે. આ ખાસ જોડી હોવા ઉપરાંત આ ગીતની ખાસિયત એ છે કે આનુ શૂટિંગ અનેક સ્થાન પર કરવામાં આવ્યુ છે. 

 
 

13. રંગ દે તૂ.. નુ શૂટિંગ માટે ફિલ્મની યૂનિટને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. આ ગીતના વિશે શાહરૂખ કહે છે કે દિવસ પુરૂ થતા અમે ઠંડીને કારણે ભૂરા પડી ગયા. શૂટિંગ પુર્ણ થતા જ અમે ત્રણ ધાબળા અને એક ઓવરકોટ દ્વારા ખુદને તરત જ ઢાંક્યા. 

14. ફિલ્મના ગીત રંગ દે તૂ.. મા અનેક સુંદર દ્રશ્ય છે. એક સીનમાં શાહરૂખ-કાજોલ ટૂટેલા વિમાન પર જોવા મળે છે. શાહરૂખ કહે છે, "ઘણા સમય પહેલા એક પ્લેનને સમુદ્ર પાસે ઈમરજેંસી લૈંડિગ કરવી પડી. પ્લેનમાં બધા લોકો સુરક્ષિત હતા. આ પ્લેન અહી રહી ગયુ અને તેને મ્યુઝિયમના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે."  

15. રંગ દે તૂ ગીતમાં એક દ્ર્શ્ય પર્વતની ચોટી પર છે  જેના વિશે શાહરૂખ કહે છે કે અમારા પગ બાંધી દીધા હતા.  અમારા પગ દોરડા વડે બાંધ્યા હતા જેથી અમે યોગ્ય રીતે પહાડની ચોટી પર મૂવ કરી શકીએ. આ ખૂબ મુશ્કેલ હતુ." 

16 . ફિલ્મનું પ્રથમ ગીતનુ લોંચિગ પર મીડિયા સ્ટ્રેટજી હેઠળ ફિલ્મની ટીમે મીડિયા કર્મચારીઓને જોડીથી આવવાનુ કહ્યુ.  આ ફિલ્મના કલાકાર બધા સવાલોના જવાબ આપવા હાજર હતા.