Happy Birthday -અમિતાભ બચ્ચને અમુક રાતો મરિન ડ્રાઈના બાંકડા પર સૂઈને પણ કાઢી- જાણો એવી જ 75 રોચક વાતો

amitabh
Last Updated: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:42 IST)
અમિતાભ બચ્ચનના  74 મા જન્મદિવસે જાણો તેમના વિશે 74  રસપ્રદ વાતો
બોલિવૂડના મહાનાયક આજે 70 વર્ષના થઈ રહ્યા છે. અહીં તમને જણાવીએ બિગ બી વિશે 70 એવી વાતો જે કદાચ તમે નહીં જાણતા હોવ.
 
1. તેમણે આર્ટ્સમાં ડબલ માસ્ટર્સની ડીગ્રી મેળવેલી છે.
 
2. તેઓ એન્જીનિયર બનીને ઈન્ડિયન એર ફોર્સમાં જોડાવા માંગતા હતાં.
 
3. તેમણે કોલકત્તાની શો એન્ડ વેલેસ શિપિંગ કંપનીમાં એક એક્સિક્યુટિવ તરીકે કામ કર્યું હતું અને બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેઈટ બ્રોકર તરીકે પણ કામ કરેલું છે.
 
4. તેમનો પહેલો પગાર 500 રૂપિયાનો હતો. 
 
5. તેમણે પોતાની પહેલી કાર તરીકે એક સેકન્ડ હેન્ડ ફિઆટ કાર વસાવી હતી અને તે પણ કોલકત્તામાં.
 
6. તેમની વાસ્તવિક અટક શ્રીવાસ્તવ છે, પણ તેમના પિતાએ બચ્ચન નામ અપનાવતા અમિતાભે પણ એ જ અટક રાખી છે.
 
7. તેમની ઊંચાઈ 74 ઈંચ અથવા 1.88 મિટર છે. તેઓ હિન્દી સિનેમાના સૌથી ઊંચા એક્ટર છે. 
 
8. તેમના પિતાએ તેમનું નામ અમિતાભ (ક્યારેય સમાપ્ત ન થતું તેજ) રાખતા પહેલા તેમના માટે ઈન્કિલાબ (ક્રાંતિ) નામ વિચારતા હતાં.
 
9. તેમણે 1969માં મૃણાલ સેનની 'ભુવન શોમે' નામની ફિલ્મમાં વોઈસ નરેટર તરીકે ફિલ્મોમાં એન્ટ્રિ લીધી હતી. 
 
10. સુનિલ દત્તે અમિતાભ બચ્ચનને એક મૂંગાના રોલ માટે 'રેશ્મા ઔર શેરા'માં લીધા હતાં કારણ કે તે સમયના પ્રધાન મંત્રી ઈન્દિરા ગાંધીએ તેમની મિત્ર 
 
નરગીસને અમિતાભની ઓળખાણ આપતો પત્ર લખ્યો હતો.


આ પણ વાંચો :