Happy Birthday -અમિતાભ બચ્ચને અમુક રાતો મરિન ડ્રાઈના બાંકડા પર સૂઈને પણ કાઢી- જાણો એવી જ 75 રોચક વાતો

Last Updated: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:42 IST)
11. કલ્યાણી-આનંદજીએ બિગ બીને તેમના સંઘર્ષના દિવસોમાં મદદ કરી હતી અને પ્રકાશ મેહરા સાથે તેમની મુલાકાત પણ કરાવી હતી. 
 
12. સંઘર્ષના દિવસો દરમિયાન અમિતાભ બચ્ચને અમુક રાતો મરિન ડ્રાઈના બાંકડા પર સૂઈને પણ કાઢી હતી. જ્યારે પણ તેઓ આ સ્થળેથી પસાર થાય છે ત્યારે 
 
આ બેન્ચનો ઉલ્લેખ ચોક્કસ કરે છે.
 
13. ડાયરેક્ટર સત્યજીત રે 1977માં આવેલી ફિલ્મ 'શતરંજ કે ખિલાડી' ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો અવાજ વાપર્યો હતો. 
 
14. તેમના પહાડી અવાજને કારણે ઓલ ઈન્ડિયા રેડિયોમાં બે વાર તેમને નકારવામાં આવ્યા હતા. મુંબઈમાં રેડિયોના કુશળ કલાકાર અમિન સયાનીએ પણ તેમને 
 
રિજેક્ટ કર્યા હતાં. 
 
15. 'સાત હિન્દુસ્તાની' તેમની પહેલી ફિલ્મ હતી.
 
16. તેમની પહેલી ફિલ્મમાં તેમને 1000 રૂપિયાની એક્ટિંગ ફી અને તિનુ આનંદ સાથેની જીવનભરની મિત્રતા મળી હતી. 
 
17. કોમેડિયન મેહમુદ પણ બિગ બીના કપરા દિવસો દરમિયાન તેમના માર્ગદર્શક હતા અને તેમને પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા પણ આપી હતી. 
 
18. 'ઝંઝિર' જેવી સુપરહિટ ફિલ્મ આપતા પહેલા અમિતાભ બચ્ચને સતત 12 ફ્લોપ ફિલ્મો આપી હતી. 
 
19. તેમનું ફેવરિટ ઓન સ્ક્રિન નામ વિજય હતું અને લગભગ 20થી વધુ ફિલ્મોમાં તેમના પાત્રનું નામ વિજય હતું. તેમના માટે સામાન્ય રીતે બોલાતું અન્ય નામ 
 
અમિત છે.
 
20. તેઓ જયા બચ્ચનને પુણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાં મળ્યા હતાં અને પછી 'ગુડ્ડી'ના સેટ પર મળ્યા હતાં.


આ પણ વાંચો :