Happy Birthday -અમિતાભ બચ્ચને અમુક રાતો મરિન ડ્રાઈના બાંકડા પર સૂઈને પણ કાઢી- જાણો એવી જ 75 રોચક વાતો

Last Updated: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:42 IST)
21. અમિતાભ બચ્ચને લાંબા પ્રેમસંબંધો બાદ 1973માં પ્રેમિકા જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતાં. નાદિરા અને રિશીકેષ મુખર્જી તેમના રોમાન્સના સાક્ષી રહ્યા હતાં.
 
22. અમિતાભ અને જયા બચ્ચન એકમાત્ર રિઅલ-લાઈફ કપલ છે જેમણે લગભગ 30 વર્ષ સુધી ઓન સ્ક્રિન એકસાથે કામ કર્યું છે- એક નજરથી લઈને કભી 
 
ખુશી કભી-લગ્ન 28 વર્ષ પછી સુધી.
 
23. તેઓ એક માત્ર અભિનેતા છે, જેમની 1971માં આવેલી ફિલ્મ 'આનંદ' અને 1988માં આવેલી ફિલ્મ 'શહેનશાહ' સુધી દરેક વર્ષે તેમની ઓછામાં 
 
ઓછી એક ફિલ્મે સિલ્વર જ્યુબિલી જોઈ છે. 1987માં તેમણે 'જલવા' ફિલ્મમાં કેમિયો રોલ સિવાય એકપણ ફિલ્મ નહોતી કરી.
 
24. તેમણે અન્ય કોઈ પણ અભિનેતા કરતા વધુ ડબલ રોલ ભજવ્યા છે. 'મહાન'માં તેમણે ટ્રિપલ રોલ કર્યાં છે.
 
25. જાણીતા ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર માટે સૌથી વધુ નોમિનેશન્સ બિગ બીના નામે છે.
 
26. શશી કપૂરની ફિલ્મ 'ઉત્સવ' અને જેકી શ્રોફની ફિલ્મ 'કિંગ અંકલ' માટે મૂળ પસંદગી હતાં.
 
27. 1999માં આવેલી 'લાલ બાદશાહ' તેમની એવી છેલ્લી ફિલ્મ હતી જેમાં નિરૂપા રોયે તેમની માતાનો રોલ કર્યો હતો.
 
28. 'મૃત્યુદાતા' દ્વારા 90ના દસકાના અંતમાં કમબેક કર્યા બાદ તેમને બિગ બી નામ મળ્યુ હતું.
 
29. 'ખુદા ગવાહ'ના શૂટિંગ દરમિયાન અફઘાનના પ્રેસિડન્ટે અમિતાભને તેમના દેશની એર ફોર્સ દ્વારા સુરક્ષા આપી હતી. અફઘાનિસ્તાનના ઈતિહાસમાં સૌથી 
 
વધુ જોવાયેલી હિન્દી ફિલ્મનો રેકોર્ડ આ ફિલ્મના નામે છે.
 
30. બિગ બી હંમેશા કહે છે કે કોઈપણ હિન્દી ફિલ્મ એક્ટ્રેસ વહિદા રહેમાન કરતા વધુ સુંદર નથી. 


આ પણ વાંચો :