Happy Birthday -અમિતાભ બચ્ચને અમુક રાતો મરિન ડ્રાઈના બાંકડા પર સૂઈને પણ કાઢી- જાણો એવી જ 75 રોચક વાતો

Last Updated: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:42 IST)
61. મિસ્ટર બચ્ચનને લંડન અને સ્વિત્ઝરલેન્ડની મુલાકાત લેવી ગમે છે.

62. તેમના ઘરમાં જ્યારે પણ કોઈ સભ્ય મેગેઝિન કે અખબાર વાંચવા માટે લે છે ત્યારે રજીસ્ટરમાં સાઈન કરીને લે છે. જેમ કે, જો બિગ બીએ મેગેઝિન વાંચવા

માટે લીધુ હોય તો તેઓ રજીસ્ટરમાં મેગેઝિનના નામ સામે એબી લખશે, અભિષેક જેએબી લખશે અને ઐશ્વર્યા એઆરબી લખશે.

63. લંડનમાં તેઓ સેન્ટ જેમ્સ કોર્ટમાં રહેવું પસંદ કરે છે જે બકિંગહામ પેલેસથી પાંચ મિનીટના અંતરે સ્થિત છે.

64. એડ પંડિતોના જણાવ્યા અનુસાર, એક કંપનીએ તેમને એકવાર 10 દિવસ માટે 10 કરોડ આપ્યા હતાં. અર્થાત, એક મિનીટના 7000 હજાર રૂપિયા.

65. તેમને બોલિવૂડ શબ્દ પસંદ નથી, તેઓ મોટાભાગે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શબ્દ વાપરે છે.

66. તેમને આરાદ્યાને અપાયેલું બેટી બી નામ પણ નથી ગમતું. તેઓ તેને બિટીયા કહીને બોલાવવી પસંદ કરે છે. તેમની પત્ની જયા આરાદ્યાને સ્ટ્રોબેરી કહીને બોલાવે છે.

67. 27મી જુલાઈ, 2012ના રોજ અમિતાભ બચ્ચનને લંડનના સાઉથવાર્કમાં ઓલિમ્પિકની મશાલ પકડવાનું સન્માન અપાયુ હતું.

68. 'સાત હિન્દુસ્તાની' તેમની એકમાત્ર બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ હતી.

69. 1995માં મિસ વર્લ્ડ બ્યૂટિ પેજન્ટ માટેના જજ રહ્યા હતાં.

70. તેઓ બન્ને હાથે સારી રીતે લખી શકે છે.


આ પણ વાંચો :