શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

'બચના યે હસીનો' ફિલ્મથી રણબીરને આશા

P.R
રણબીર કપૂરની પહેલી ફિલ્મ 'સાઁવરિયા'ને ન દર્શકોએ પસંદ કરી કે ન ફિલ્મ સમીક્ષકોએ. ફિલ્મ એકદમ ફ્લોપ ગઈ. પરંતુ રણબીર કપૂર બચી ગયા. પહેલી ફિલ્મ અસફળ થવા છતા તેઓ નિર્માતા-નિર્દેશકોની આંખોમાં વસી ગયા અને મીડિયાએ પણ તેમણે ચર્ચામાં રાખ્યા.

કપૂર ખાનદાનના સુપુત્ર હોવાનો રણબીરને લાભ મળ્યો. તેઓ એ પરિવારના છે જે પેઢી દર પેઢી દર્શકોનુ મનોરંજન કરતા આવ્યા છે. કદાચ જ કોઈ પરિવારમાં આટલી બધી સેલિબ્રીટિઝ હોય. રણબીરને નગણ્ય કરવો એ સહેલુ નથી.

હાલ રણબીર રાજકુમાર સંતોષી, પ્રકાશ ઝા જેવા નિર્દેશકોની સાથે કામ કરી રહ્યો છે. કોઈ સફળ ફિલ્મ આપ્યા વગર આ યુવા નાયકને નિર્માતા સાત કરોડ રૂપિયા સુધીનુ મહેનતાણુ આપવા તૈયાર છે.

યશરાજ ફિલ્મસની 'બચના એ હસીનો' 15 ઓગસ્ટે રજૂ થવા જઈ રહી છે અને આ ફિલ્મ રણબીરન કેરિયરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ ફિલ્મની સફળતા કે અસફળતા તેમના માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.

હિટ ફિલ્મની જરૂર રણબીરને પણ છે અને યશરાજ ફિલ્મ્સને પણ. ફિલ્મની સફળતા દ્વારા આદિત્ય ચોપડા પણ થોડી રાહત અનુભવશે, જે પોતના બેનરની પ્રતિષ્ઠા જાળવવા નિર્દેશનના મેદાનમાં એવી રીતે ઉતરી પડ્યા છે જેમ કેપ્ટમ ટીમને મુસીબતથી બચાવવા માટે પોતે વધુ સારુ રમવાના પ્રયત્નો કરે છે.

રણબીર એક ખૂબ જ શરમાળ અને સમજદાર વ્યક્તિ છે. સ્ટાર માતા-પિતાની સંતાન હોવા છતા તેમનામાં ઘમંડ નામમાત્ર નથી. તેઓ સારી રીતે જાણે છે કે કપૂર ખાનદાનના હોવાનો લાભ તેમને થોડાક દિવસો સુધી મળશે. ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ટકી રહેવા માટે તેમણે પોતાની પ્રતિભાના કરતબ બતાવવા પડશે. પોતાની જાત મહેનતથી સફળ થઈ બતાવવું પડશે.

P.R
યશ ચોપડા જેવા સફળ નિર્દેશક પણ પોતાના પુત્ર ઉદય ચોપડાને સફલ નહી બનાવી શક્યા. તેઓ પોતાના કાકા રાજીવ કપૂરનો ઈતિહાસ શુ હતો તે જાણે છે, જેમણે કપૂર નામનો લાભ થોડા દિવસો સુધી જ મળ્યો હતો.

'બચના યે હસીનો' એ એક એવી પરીક્ષા છે જેમા રણબીરે પાસ થવુ જરૂરી છે. જો તે ફિલ્મ અસફળ થઈ જાય છે તો માથા પર ચઢાવતા લોકો નીચે પાડવામાં પણ મોડું નથી કરતા. બોલીવુડમાં ઊગતા સૂરજને નમસ્કાર કરવામાં આવે છે. 'બચના યે હસીનો' ફિલ્મ જ તેમને બચાવી શકે છે.